Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

આજે જાણીતા વિડિયો સિંગર દીપ શિખા ચોધરીનો જન્‍મ દિવસઃ સેવા કાર્યથી ઉજવણી

કોરોના વોરિયર્સ અને દેશ ભકતોને બિરદાવતા ગીત સાથે વિવિધ દેવી દેવતાના મહિમા સાથે યુવા પેઢી માટે વિવિધ ભાષામાં સાચા પ્રેમ , વિરહ ગીતો ગાનાર આર્ટિસ્‍ટ પર શુભેચ્‍છાનો બોછાર

રાજકોટઃ  કોરોના વેરિયર્સને બિરદાવતા, દેશ ભકતોની મહીમા વર્ણવવા સાથે વિવિધ ધાર્મિક દેવી દેવતા અને કોમી એકતા સંદેશ સાથે યુવા પેઢી માટે આજના યુગ મુજબ સોલો અને જાણીતા ગાયકો સાથે ડીયુટ ગીતો જેમના યુટયુબ વિડિયો ર્પ ખૂબ લોકપ્રિય બન્‍યા છે તેવા જાણીતા સિંગર દીપ શિખા ચોધરીનો આજે જન્‍મ દિવસ હોવાથી ગુજરાત અને બિહાર સહિત વિવિધ રાજ્‍યોમાંથી તેમની કલાના પ્રસંશકો દ્વારા શુભેચ્‍છા ગઈકાલથી વર્ષી રહી છે.                                                 

અમદાવાદનાં લોકપ્રિય જોઇન્‍ટ પોલિસ કમિશનર અને જેમના ચિત્રો વિશ્વભરની આર્ટ ગેલેરીમાં ગુજરાતને ગૌરવ આપી રહ્યા છે તેવા અજય ચોધરીના અર્ધાંગિની ખરા અર્થમાં તેમના પગલે પગલે ચાલી પોતાના જન્‍મ દિવસની ઉજવણી સેવા કાર્યોથી કરી હતી.                        

દીપ શિખજી મૂળ બિહાર સાસરામના વતની છે, ગુજરાતી ભાષા અને રાજસ્‍થાની ભાષાનું તેમને વધુ નોલેજ ન હોવા છતાં રાજસ્‍થાની, ગુજરાતી કે સૌરાષ્‍ટ્રની ઓરીજનલ કાઠીયાવાડી ભાષામાં જયારે ગીતો ગાય છે ત્‍યારે એવું ન લાગે કે આ ભાષાના જાણકાર નથી તેટલી હદે પરિવાર માટે જે રીતે પોતાના નામના અર્થ મુજબ મહેનત કરે છે તે રીતે મહેનત કરે છે.

(1:10 pm IST)