Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

તાલુકા પોલીસ સ્ટેશન સામે વિનોદભાઇ રાઠોડ પર હરેશભાઇએ હુમલો કર્યો

જુનુ મનદુઃખ કારણભુત હોવાનું યુવાનનું કથન

રાજકોટ તા.૧૭: કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશનની સામેની શેરીમાં રહેતાં વિનોદભાઇ રમેશભાઇ રાઠોડ (ઉ.૩૯) નામના યુવાનને તેના પડોશમાં જ રહેતાં હરેશભાઇએ ઝઘડો કરી લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

વિનોદભાઇના કહેવા મુજબ તે ટ્રેડિંગનું કામ કરે છે. અગાઉ તેને હરેશભાઇ સાથે માથાકુટ થઇ હોઇ તેનું મનદુઃખ ચાલે છે. હરેશભાઇ કટારીયા ચોકડીએ એફએનએફ પિઝઝામાં નોકરી કરે છે. પોતે સાંજે ત્યાં પિઝઝા લેવા ગયેલ અને બાદમાં ઘરે આવી ગયેલ ત્યારે હરેશભાઇએ ઘરે આવી તું ત્યાં શું કામ આવ્યો હતો, અમે કામ કરીએ છીએ ત્યાં તારે ન આવવું તેમ કહી હુમલો કર્યો હતો. પોતાની પત્નિને પણ તેણે ધક્કો મારી દીધાનો આક્ષેપ વિનોદભાઇએ કર્યો હતો.

(11:44 am IST)