Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સોની બજારમાં મિત્રને મળવા ગયેલો બંગાળી યુવાન ત્રીજા માળેથી પટકાયો

લોખંડની સીડીને ટેકો દઇને ઉભો'તો ત્યારે બનાવઃ વચ્ચે કેબલ આવતાં તેને પકડી લેતાં ગંભીર ઇજાથી બચ્યો

રાજકોટ તા. ૧૭: સોની બજાર માંડવી ચોકમાં રહેતો મુળ બંગાળનો યુવાન જાહીર જોહરઆલમ શેખ (ઉ.૨૨) રાતે નવેક વાગ્યે સોની બજારમાં આવેલી ચેમ્બરમાં ત્રીજા માળે દૂકાન ધરાવતાં મિત્રનેમળવા ગયો ત્યારે લોખંડની સીડીને ટેકો દઇને ઉભો હોઇ સીડી ખસી જતાં પોતે ત્રીજા માળના ગેપમાંથી નીચે પડતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જાહીર સોની કામની મજૂરી કરે છે. પડતી વખતે વચ્ચે કેબલ આવી જતાં તે પકડી લેતાં ગંભીર ઇજાથી બચ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

(11:43 am IST)