Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

કાલે પુજીત ટ્રસ્‍ટ દ્વારા દીક્ષાગ્રહણ સમારોહ

પૂ. જીજ્ઞેશદાદાના હસ્‍તે દિપપ્રાગટય, જીતુભાઇ વાઘાણીની ઉપસ્‍થિતિ

રાજકોટઃ ભણવામાં ખુબ જ તેજસ્‍વી પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓને તમામ પ્રકારની શૈક્ષણિક સહાય પૂરી પાડતી સંસ્‍થાશ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્‍ટ સંચાલિત ‘‘ જ્ઞાનપ્રબોધિની '' શૈક્ષણિક પ્રોજેકટ દ્વારા ધો. ૮ થી ૧૨ સુધીના અભ્‍યાસ માટે દત્તક લેવાયેલા ૧૯ છાત્રો માટેનો દીક્ષાગ્રહણ સમારોહ ૧૮ મીના રવિવારે રાખવામાં આવ્‍યો છે.
પેડક રોડ ઉપર આવેલ શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં દીક્ષાગ્રહણ સમારોહ સાંજે ૪.૩૦ થી ૬.૩૦ સુધીનો યોજાશે. આ સમારોહના ઉદ્‌ઘાટન તરીકે પૂજય શ્રી જીજ્ઞેશ દાદા (પ્રખર ભાગવતાચાર્ય), અધ્‍યક્ષ સ્‍થાને ગુજરાત રાજયના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી તથા મુખ્‍ય મહેમાન તરીકે શ્રી ગોવિંદભાઇ ધોળકીયા (રામકૃષ્‍ણ ડાયમંડ- સમાજ શ્રેષ્‍ઠી -સુરત) હાજરી આપશે.
સમારોહમાં ધો.૮ થી ૧૨ સુધીના અભ્‍યાસ માટે પસંદ થયેલા તમામ છાત્રો વૈદિક શ્‍લોકોના પઠન દ્વારા યજ્ઞમાં આહુતિ આપી ઉચ્‍ચ અભ્‍યાસ માટેનો સંકલ્‍પ કરશે. ટ્રસ્‍ટ દ્વારા દત્તકલેવાયેલ છાત્રોને શ્રેષ્‍ઠ શિક્ષણ આપવામાં નિમિત બનતા શહેરની ખાનગી શાળાઓના સંચાલકોનું આ તકે સન્‍માન કરાશે.
જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ સંચાલિત ઉપરોકત દીક્ષાગ્રહણ સમારોહમાં હાજરી આપવા ટ્રસ્‍ટના ચેરમેન શ્રી વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ જાહેર આમંત્રણ પાઠવ્‍યુ છે.
વિશેષ વિગત માટે ટ્રસ્‍ટના વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઇ ભટ્ટનો ટ્રસ્‍ટના કાર્યાલય ‘‘કિલ્લોલ'', ૧-મયુરનગર, મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ફોન નં. ૦૨૮૧- ૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.

 

(10:26 am IST)