Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ખોડલધામ નવરાત્રી મહોત્‍સવઃ નોર્થ ઝોનમાં જાજરમાન આયોજન

વરસાદ આવે તો પણ તુરંત ગ્રાઉન્‍ડ ચોખ્‍ખુ કરવાની વ્‍યવસ્‍થાઃ પારિવારીક માહોલમાં યોજાશે રાસોત્‍સવ : અત્‍યંત આધુનિક જેબીએલ વીઆરએકસ સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ સાથે ગાયક કલાકારો દેવ ભટ્ટ, હિના મીર, જય દવે, વૈશાલી ગોહિલ, મિલન ગોહીલ, આરીફ ચીના ખેલૈયાઓમાં જોમ ચડાવશેઃ ૧૦ હજાર ખેલૈયાઓ એક સાથે રમી શકે તેવી વ્‍યવસ્‍થા

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા રાજકોટ નોર્થ ઝોનમાં બારમાં વર્ષે રાસોત્‍સવનું આયોજન થયુ છે.

તા.૨૬ સપ્‍ટેમ્‍બરથી નવરાત્રી મહોત્‍સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્‍યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઇઓ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશકિતનાી આરાધના કરી શકે તે માટે ખોડલધામ ટ્રસ્‍ટ  દ્વારા-રાજકોટ શહેરના અલગ-અલગ ચાર ઝોનમાં નરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલુ છે.

જેમા ખોડલધામ નવરાત્રી નોર્થ ઝોન દ્વારા રાજકોટના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટવાળો રોડ, કણકોટ રોડ કોર્નર પર આશરે ૧,૨૫,૦૦૦ ચો.ફુટના ગ્રાઉન્‍ડની અંદર ૮૦,૦૦૦ ચો. ફુટ પ્‍લે ગ્રાઉન્‍ડ એરીયામાં આશરે ૧૦,૦૦૦ હજાર ખેલૈયાઓ આરામથી રમી શકે એવું જાજરમાન આયોજન કરવામાં આવેલું છે. તેમજ આખાય ગુજરાતમાં નંબર વન આવે એવી જેબીએલ વીઆરએકસ મોડેલની આધુનિક સાઉન્‍ડ સિસ્‍ટમ તો ખરીજ સાથે દેશ-વિદેશમાં ખ્‍યાતિ મેળવના ગાયક કલાકારો દેવ ભટ્ટ, હિના મીર, જય દવે, વૈશાલી ગોહિલ, તેમજ મેગા સ્‍ટાર ઓરકેસ્‍ટ્રાને સંગ મિલન ગોહીલ, અને સાથે બ્રધર્શ બીટસના આરીફ ચીના પણ આપણી સાથે ધુમ મચાવશે અને આ બધા માહોલમાં એન્‍કરીંગ લેડી મીરા દોશી મહિયાર તો ખરાજ જે એના અવનવા અંદાજમાં ખેલૈયાને અનેરો આનંદ અપાવશે.

આ આયોજનમાં પારિવારિક માહોલ તો ખરોજ પણ સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે બેસ્‍ટ સિક્‍યુરીટી, સી.સી.ટી.વી. કેમેરા અને વિશાળ પાર્કીંગ ઉપરાંત સ્‍વયંસેવકોની પણ મોટી સંખ્‍યામાં વ્‍યવસ્‍થા કરાઇ છે.

આયોજનને સફળ બનાવવા ખોડલધામ નવરાત્રી નોર્થ ઝોનના પ્રમુખશ્રી રાજેશભાઇ પરસાણા ઉપપ્રમુખશ્રી નિલદીપભાઇ તળાવીયા અધ્‍યક્ષશ્રી કિશોરભઇ પાંભર તેમજ મેઇન સમિતિમાં ચેતનભાઇ સગપરીયા, જયેશભાઇ દુધાત્રા, મનસુખભાઇ વેકરીયા, વિજયભાઇ ઝાલાવડીયા, અશ્વિનભાઇ પાંભર, રાજેશભાઇ, રમેશભાઇ સખીયા, નિલેશભાઇ વિરાણી, શૈલેષભાઇ રંગાણી, અરવિંદભાઇ અસલાલિયા, મનોજભાઇ સાકરીયા,  મનિષભાઇ ફળદુ જયસુખભાઇ મારવીયા, વિપુલભાઇ ઉંધઇ, નંદલાલભાઇ પરસાણા

પાસ મેળવવાનુ સ્‍થળઃ-

*  શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ કાર્યાલય (નોર્થઝોન)

રાજનગર ચોક, સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાની સામે, ગ્‍લોબલ હોસ્‍પીટલની બાજુમા, રાજકોટ. મો. ૯૦૯૯૯૯૯૯૯૫, ૯૭૨૨૨૦૨૨૨૨

*ખોડલધામ વોર્ડ નંબર-૧૧ સમિતી કાર્યાલય

મોહન પ્‍લાઝાની સામે ચિત્રકુટધામ મહાદેવ મંદિરની બાજુમાં, ઘનશ્‍યામનગર સોસાયટી, ક્રિષ્‍ટલ મોલ પાછળ, રાજકોટ, મો.૯૮૨૫૦૭૯૧૩૯,૯૪૨૭૨૫૪૫૮૩

*ખોડલધામ વોર્ડ નંબર-૧ અને ૯ સમિતી કાર્યાલય

સાંઇ મોબાઇલ ઝોન-પેરેમાઉન્‍ટ પાર્ક, શેરી નં.૪, યુનિવર્સીટી રોડ, આકાશવાણી ચોક, રાજકોટ, મો. ૯૮૨૫૩૭૦૨૬૨, ૯૮૯૮૯૫૩૫૩૫,૯૯૨૫૮૯૩૦૬૩

*ન્‍યુ શ્રીજી આઇસ્‍ક્રીમ એન્‍ડ ડ્રાયફ્રુટ ગોલા

સીટી કલાસીક કોમ્‍પ્‍લેક્ષ,શોપ નં.૧, વસંત વાટીકાની સામે મવડી પોલીસ કવાટર ની બાજુમા, રાજકોટ. મો. ૯૯૯૮૩૮૫૯૦૦, ૮૧૪૧૬૪૮૧૬૪

* ઝેપોલી બેકર્સ

ગ્રાઉન્‍ડ ફલોર-૩૨, સુવર્ણભુમી કોમ્‍પ્‍લેક્ષ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટની સામે, અંબીકા ટાઉનશીપ, મોટામવા રાજકોટ, મો. ૮૮૬૬૩૩૧૫૮૩

*કરણ સોરઠીયા

કોઠારીયા રોડ, વિરભગતસિંહ શોપીંગ સેન્‍ટર, શોપ નં.૨૮, પહેલો માળ, નકળંગ ડેરીની ઉપર, રાજકોટ, મો. ૮૨૦૦૩૬૦૭૨૦,૭૦૭૩૦૩૧૩૦૩

*ઢોસા હાઉસ

એકસોટીસ ફુડસ-ભીમનગર સર્કલ, નાનામવા મેઇન રોડ, રાજકોટ. મો. ૯૯૦૪૭૦૬૮૦૧, ૭૪૦૫૭૨૫૦૭૭

*રાધે ડ્રેસીસ

૩-રાધાનગર સોસાયટી, અનુરાધા એપાર્ટમેન્‍ટ સામેની શેરી, લક્ષ્મીનગરની બાજુમાં મો. ૯૪૨૭૨૦૯૭૦૭, ૯૪૦૮૦૦૪૫૩૭

*મહેશભાઇ

માટેલ,ન્‍યુ માયાણીનગર શેરી નં.૨, સરદાર પટેલ ભવનની બાજુમાં, રાજકોટ. મો. ૯૮૯૮૦૫૨૨૬૪

*ભીમાણી ઘુટા સેન્‍ટર

રાજ પેલેસ સામે, દાવત રેસ્‍ટોરન્‍ટની બાજુમાં, સાધુ વાસવાણી રોડ, રાજકોટ

મો.૯૮૨૪૫૩૪૩૪૭, ૯૦૧૬૨૬૫૬૫૦, ૯૮૭૯૫૮૧૬૮૩ (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:02 pm IST)