Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

દિવ્‍યાંગોની વ્‍હારે ડો. દર્શિતાબેન : BRTS - સીટી બસ - રામવન - પ્રદ્યુમન પાર્કમાં ટિકિટમાં રાહત આપો

સરકારના નિયમો અનુસાર દિવ્‍યાંગ અંગેનું સર્ટીફીકેટ રજુ કરે તેઓને કન્‍સેસન આપવા મ્‍યુનિ. કમિશનરને સુચના કરતા ડે.મેયર

રાજકોટ તા. ૧૬ : મહાનગરપાલિકા સંચાલીત શહેરમાં સીટી - બીઆરટીએસ બસ તથા રામવન - પ્રદ્યુમન પાર્કમાં દિવ્‍યાંગોને ટીકીટમાં રાહત આપવા મયુનિ. કમિશનરને ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ દ્વારા સુચન કરવામાં આવ્‍યું છે.

આ અંગે ડે.મેયર ડો.દર્શીતાબેન શાહે દિવ્‍યાંગોને ટીકીટમાં રાહત આપવા બાબતે મ્‍યુની.કમિશનરને રજૂઆત કરેલ છે કે મહાનગરપાલિકા હસ્‍તક સીટી બસ તથા બી.આર.ટી.એસ.બસ કાર્યરત છે તેમજલોકોને હરવા-ફરવાના સ્‍થળ તરીકે તાજેતરમાં રામવન ખુલ્લું મુકાયું છે તથા મહાનગરપાલિકા હસ્‍તક પ્રદ્યુમન પાર્ક(ઝૂ)હાલ કાર્યરત છે.સીટી બસ તથા બી.આર.ટી.એસ.બસમાં જવા આવવા નિયમ અનુસાર શહેરીજનોએ ટીકીટ લેવાની હોય છે અને ત્‍યાર બાદ બસમાં મુસાફરી કરી શકે છે.તથા રામવન,પ્રદ્યુમન પાર્ક(ઝૂ)માં ટીકીટ બાદ પ્રવેશ કરી શકે છે.

વધુમાં ડો. દર્શિતાબેનએ સીટી બસ તથા બી.આર.ટી.એસ.ᅠબસમાં વિદ્યાર્થીઓને ટીકીટમાં કન્‍સેક્‍સન આપવામાં આવે છે.ᅠજયારે દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓને શહેરીજનોની માફક ટીકીટ લેવી પડતી હોય છે.ᅠદિવ્‍યાંગ વ્‍યક્‍તિ પણ રાહતદરેᅠજે-તે સ્‍થળોએ જઈ શકે તે ધ્‍યાને લઇ તેઓ માટે પ્રોત્‍સાહનરૂપ રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તક સીટી બસ,ᅠબી.આર.ટી.એસ.માં સરકારશ્રીના નિયમો અનુસાર દિવ્‍યાંગ અંગેનું સર્ટિફિકેટ રજુ કરે તે મુજબ તેઓને ટીકીટમાં રાહત આપવી જરૂરી છે.ᅠતેમજ રામવન તથા પ્રદ્યુમન પાર્ક(ઝૂ)માં પ્રવેશ ટીકીટમાં પણ રાહત દરે તેઓને પ્રવેશ આપવામાં આવે તો દિવ્‍યાંગ વ્‍યક્‍તિને ઘણું પ્રોત્‍સાહન મળશે.ᅠદિવ્‍યાંગોને પ્રોત્‍સાહનરૂપ ટીકીટ દરમાં દિવ્‍યાંગ અંગેનું સર્ટિફિકેટ મુજબᅠરાહત આપવા સંદર્ભ સત્‍વરે કાર્યવાહી કરવા રજુઆતમાં જણાવ્‍યું હતું.

(4:10 pm IST)