Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

લોકોની સલામતી અને ટ્રાફીક સમસ્યાના સુચારૂ ઉકેલ માટેના કરોડોના આઇ-વે પ્રોજેકટ અંગે પ્રશ્નો ઉઠાવતા ગાયત્રીબા વાઘેલા

ઓનલાઇન ટેન્ડરની લીંક, ટેકનીકલ અને પ્રાઇઝ બીડ, કોન્ટ્રેકટ પેઢી હનીવેલ સાથેના એગ્રીમેન્ટ કોપી ૧૭ મુદે બંછાનીધિ પાનીને પત્ર લખી જવાબ માંગ્યો

રાજકોટ, તા. ૧પ : શહેરની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'રાજકોટ-આઇ-વે પ્રોજેકટ'માં કોન્ટ્રાકટ અંગેની તમામ વિગતો માંગતો પત્ર પૂર્વ વિપક્ષી નેતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ મ્યુ. કમિશનરને પાઠવતા ખળભળાટ મચી ગયો છે.

મ્યુ કમિશનર બંછાનિધી પાનીને પાઠવેલા આ પત્રમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટી અંતર્ગત શહેરમાં લોકોની સુરક્ષા-સલામતી-ટ્રાફીક સમસ્યા જેવા અનેક પ્રશ્નોના સુચારૂ ઉકેલ માટેકરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવેલા એવોર્ડ વિજેતા આઇ-વે પ્રોજેકટની માહિતી તાત્કાલીક મળી રહે તે અંગે યોગ્ય કરવું.

જે મુદ્દા માહિતી મંગાઇ છે, તેમાં (૧) રાજકોટ આઇ-વે પ્રોજેકટનું ટેન્ડર કઇ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ હતું તેની આખી વેબસાઇટની લીંક આપવા ?

(ર) રાજકોટ આઇ-વે પ્રોજેકટ માટે કોણ કન્સલ્ટન્ટ હતું અને તેનેકયાં અનુભવના આધારે કામ અપાયેલ ?

(૩) કન્સલ્ટન્ટના ચીફ ટેકનીકલ ઓફીસર અને સીઇઓ કોણ હતાં અને તેમનો અનુભવ શું હતો ?

(૪) કઇ કઇ કંપનીએ ટેન્ડર ભરેલહતું અને તેની ઓનલાઇન ભરેલ ટેકનીકલ તેમજ પ્રાઇસબીડની નકલ આપો.

(પ) કોન્ટ્રાકટર હનીવેલ  કંપની જોડેના એગ્રીમેન્ટની કોપી આપવા

(૬) હનીવેલ કંપનીએ અત્યાર સુધીમૂકેલ બીલની વિગતો .

(૭) બેદરકારી સબબ અત્યાર સુધીમાં હનીવેલને કેટલી પેનલ્ટી કરવામાં આવેલ છે અને કયાં કારણોસર ?

(૮) અત્યાર સુધીમાં કેટલીવાર સી.સી. ટીવી કેમેરા બંધ થયા ? કેટલીવાર કેમેરા/બીજી કઇ આઇટમ રીપ્લેસ થયા ?

(૯) અત્યાર સુધીમાં કેટલીવાર સેન્ટર બંધ થયા ?

(૧૦) અએનપીઆર કેમેરાની એકયુરસી શું છે લ્

(૧૧) બધા સર્ટીફીકેટની નકલ આપો.

(૧ર) કેમેરાની ગુણવત્તાની ચકાસણી કેવી રીતે કરવામાં આવી છે ?

(૧૪) રાજકોટ આઇ-વે પ્રોજેકટ અને કેમેરા માટેની તમામ પ્રેસનોટની નકલ રજૂ કરવી.

પ્રોજેકટના બંન્ને તબક્કાની મુદત કેટલી?

(૧પ) આઇ-વે પ્રોજેકટ માટે કન્સ્લટન્સી સીવીસીની ગાઇડ લાઇન પ્રમાણે દેવામાં આવ્યું છે કેમ ? (૧૬) કન્સ્લટન્સી આપવા માટે કયાં ટેન્ડર કરવામાં આવ્યું હતું અને તેનો પ્રકાર ?

(૧૭) આઇ-વે પ્રોજેકટના સીટીઓ  મહેશ ગોહેલ અને આરએમસીના આ પ્રોજકેટના ઇન્ચાર્જ શ્રી સંજય એમ. ગોહેલ (ઇડીપી) અને આર.એમ.સી.ના કમલેશ ગોહેલ વગેરે વચ્ચે કોઇ ફેમીલી સબંધ (બ્લડ રીલેશન) ખરા ?

આમ ઉપરોકત ૧૮ ૧૮ જેટલા મુદાઓની માહિતી ગાયત્રીબાએ મ્યુ. કમિશનર પાસે માંગતા ખળભળાટ મચી ગયો છે. (૮.૧૪)

(3:36 pm IST)
  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • કાલાવડ રોડ-મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં અનેક વાહન ચાલકો સ્‍લીપ થયાઃ એકને ઈજા : શહેરના કાલાવડ રોડ મહિલા કોલેજ બ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં રોડ ભીના થતા રોડ ઉપર અનેક વાહનચાલકો સ્‍લીપ થયા હતા. એક સ્‍કૂટર ચાલકને ઈજાગ્રસ્‍ત હાલતમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત હોસ્‍પીટલે પણ ખસેડવામાં આવેલ છે. access_time 4:34 pm IST