Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

કોઠારીયા ગામ શાક માર્કેટમા ૧૦૦ ના દરની પ૪૦ નોટો વટાવવા આવેલા અજયસિંહ અને રાજ પકડાયા

આજીડેમ પોલીસે ધોરાજીના અજયસિંહ મકવાણા અને જેતપુરના રાજ જયસ્વાલની ધરપકડ કરીઃ કપિલ ઉર્ફે ટીનો બાવાજીની શોધ

રાજકોટઃ કોઠારીયા ગામ પાસે બકાલા માર્કેટમા  ૧૦૦ ના દરની ચલણી નોટોની ખોટી નોટો વટાવવા આવેલા બે શખ્સોને આજીડેમ પોલીસે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.એસ.ચાવડાની સૂચનાથી પીએસઆઇ જી.એન. વાઘેલા સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે કોઠારીયા ગામ પાસે આવેલી બકાલા માર્કેટમા ૧૦૦ દરની ખોટી ચલણી નોટો વટાવવ આવેલા ધોરાજીના-ઝાંઝમેરના અજયસિંહ જીતેન્દ્રસિંહ મકવાણા(ઉ.ર૩) અને જેતપુરના નમ્રતા પાર્કમાં રહેતા રાજરામ કૃપાલભાઇ જયસ્વાલ (ઉ.ર૩) ને પકડી લઇ રૂ.૧૦૦ ના દરની પ૪૦ ખોટી ચલણી નોટો  અને મોબાઇલ સહીતની મત્તા કબજે કરી હતી જયારે ધોરાજીનો કપિલ ઉર્ફે ટીનો બાવાજી નાસી જતા તેની શોધખોળ હાથ ધરી હતી.

(11:59 am IST)