Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

પર્યાવરણ શુદ્ધિ માટે વિદેશ પ્રવાસ : સ્ટે. ચેરમેન -ડે ઇજનેર સ્વીત્ઝરલેન્ડ જશે

સ્વીસ ગવર્મેન્ટ દ્વારા રિન્યુએબલ એનર્જી પ્રોજેકટ હેઠળ રાજકોટ કોર્પોરેશનના પદાધિકારી અને અધિકારી ઓ સ્વીત્ઝરલેન્ડ-જર્મની બોલાવાયા : ર૦થી ર૮ ઓકટોબર દરમિયાન ઉદય કાનગડ અને ડે. ઇજનેર દેથરીયા સ્વીર્ત્ઝરલેન્ડમાં રિન્યુએબલ એનર્જીના પ્રોજેકટનો અભ્યાસ કરશે : તમામ પ્રવાસ ખર્ચ સ્વીસ ગવર્મેન્ટ ભોગવશે

રાજકોટ તા. ૧પ :.. આગામી તા. ર૦ થી ર૮ ઓકટોબર દરમિયાન મ્યુ. કોર્પોરેશનનાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ ત્થા ડે. ઇજનેર દેથરીયા સ્વીત્ઝર લેન્ડનાં વિદેશ પ્રવાસે  પર્યાવરણ શુધ્ધીનાં પ્રોજેકટોનાં અભ્યાસ અર્થે જઇ રહ્યા છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે જણાવેલ કે,  ગ્લોબલ વોર્મીંગ અને કલાઇમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે સ્વીર્ત્ઝરલેન્ડ ગવર્મેન્ટની 'સ્વીસ ડેવલપમેન્ટ કોર્પોરેશન' એજન્સી દ્વારા પર્યાવરણ શુદ્ધિ માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે એલ.ઇ.ડી. લાઇટ, સોલાર એનર્જી સહિતના પ્રોજેકટો માટે ભારતના ૪ શહેરોની પસંદગી કરી અને નાણાકીય ફંડ ફાળવવામાં આવે છે.

આ પ્રોજેકટ રાજકોટને પણ ૧.રપ કરોડનું ફંડ સ્વીસ ગવર્મેન્ટ દ્વારા ફાળવાયેલ. જેમાંથી સોલાર પાવર પેનલ અને એલ.ઇ.ડી. સ્ટ્રીટલાઇટના પ્રોજેકટ સફળતા પૂર્વક કોર્પોરેશનો પૂર્ણ કર્યા. આ બાબતની નોંધ લઇ સ્વીસ ગવર્મેન્ટ દ્વારા રાજકોટના પદાધિકારી અને અધિકારીને સ્વીર્ત્ઝરલેન્ડ બોલાવી ત્યાં સાકાર થયેલ. રિન્યુએબલ એનર્જીના પ્રોજેકટોની મુલાકાતે લઇ જઇ અને તેની માહિતી આપવાનું આયોજન છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે જણાવેલ કે, ઉકત સ્વીર્ત્ઝરલેન્ડમાં પ્રવાસ માટે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન તરીકે પદાધિકારીઓ વતી તેઓ અને અધિકારીઓ -રોશનીના ડે. ઇજનેર શ્રી દેથરીયા બન્ને આગામી ર૦થી ર૮ ઓકટોબર સુધી સ્વીર્ત્ઝરલેન્ડ અને જર્મનીના પ્રવાસ જવા સ્વીર્ત્ઝરલેન્ડના ક્રેઇનબર્ગ અને બ્રસેલ શહેરોની મુલાકાતે તેઓ જશે.

શ્રી કાનગડે આ તકે સ્પષ્ટ કર્યું હતું કે, ઉપરોકત તમામ વિદેશ પ્રવાસનો ખર્ચ સ્વીસગવર્મેન્ટ ભોગવશે અને કોઇમ્બતુરનો પદાધિકારીઓ પણ ત્યાં જશે.

(4:44 pm IST)