Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

કનૈયાનંદ રાસોત્સવ એટલે જાણે કે ગોકુલ-મથુરા : બાળ ખેલૈયાને નિહાળવા એક લ્હાવો

રાજકોટ : નાગર બોર્ડિંગમાં ચાલી રહેલા કનૈયાનંદ રસોત્સવમાં લગભગ એક હજાર જેટલા બાળ ખેલૈયાઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

શનિવારે કનૈયાનંદ રાસોત્સવ નિહાળવા માટે ઉદ્યોગપતિ નાથાભાઇ કાલરીયા, વિક્રમભાઈ જૈન, વિનોદભાઈ ઉદાણી , હરેશભાઇ લાખાણી, રેશ્માબેન સોલંકી તથા રવિવારે દિવ્યભાસ્કરના તંત્રી કાનાભાઈ બાંટવા, દિનેશભાઇ વિરાણી, ગુણવંતભાઈ ભટ્ટ, વિજયભાઈ કારીયા, કિરણભાઈ બાટવીયા, વિનુભાઈ ડેલાવાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

કનૈયાનંદ રાસોત્સવમાં વિજેતા બાળકોને રંજનબેન ડેલાવાળા અને ચંદાબેન ડેલાવાળા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા. કનૈયાનંદ રાસોત્સવમાં મનહર ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝિકલ મેલોડી કલર્સના કલાકારો જમાવટ કરે છે.

કનૈયાનંદરાસોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે અભયભાઈ ભારદ્વાજ (અગ્રણી એડવોકેટ), નરેન્દ્રભાઈ દવે (આરએસએસ અગ્રણી), ધનસુખભાઈ વોરા (પ્રમુખ, રાજકોટગ્રેટર ચેમ્બર), કિરીટભાઈ આદ્રોજા (એન્જલ પંપ), કરશનભાઈ પટેલ (જયોત્સના વોચ કેઈસ),રમેશભાઈ ઠક્કર (ચેરમેન, ગીરીરાજ હોસ્પિટલ), શ્રી બલરામ મીણા (જિલ્લા પોલીસવડા), ડો. રવિમોહન સૈની (ડીસીપીઝોન-૧), શ્રી સુનિલભાઈ ઘેડિયા (શ્રી રામ પાઈપ્સ), મિલનભાઈ કોઠારી (રિધ્ધી સિધ્ધી ટ્રાવેલ્સ) સહિતના ઉપસ્થિત રહેશે.

દરરોજ વેલડ્રેસ તથા સારુ રમનાર ૪૦થી વધુ બાળકોને લાખેણા ઈનામ આપવામાં આવે છે. આ ઈનામો વિનોદભાઈ ઉદાણી, હરેશભાઈ લાખાણી, બાન લેબ્સ કાં. (મૌલેશભાઈપટેલ), ૭૭ ગ્રીન મસાલા-રાધે ગ્રુપ ઓફ એનર્જી (શૈલેષભાઈ માંકડિયા), એન્જલા પંપ (કીરીટભાઈ આદ્રોજા), ચોકોડેન (સંદીપભાઈ પંડ્યા, સુધીરભાઈ પંડ્યા) તરફથી ગિફ્ટ વાઉચર તેમજ જીતુભાઈ પી. પટેલ (ટર્બો બેરિંગ) અને વડાલિયા ગ્રુપ-હાઈ બોન્ડસિમેન્ટ તથા રેશ્માબેન સોલંકી તરફથી અપાશે. તેમજ નાગર બોર્ડિંગના પ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડાનો પણ સહયોગ મળી રહ્યો છે. આ ઉપરાંત વિનોદભાઇ ઉદાણી (લંડન)નો સહયોગ મળી રહ્યો છે. આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, મનસુખભાઈ ધંધુકિયા, ડો. હેમાંગભાઈ વસાવડા, કિરીટભાઈ આડેસરા, શૈલેષભાઈ શેઠ, ઘનશ્યામભાઈ પરસાણા, નિતિનભાઈ ગોંડલિયા, વલ્લભભાઈ ગોંડલિયા ઉપરાંત જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જશુમતિબેન વસાણી, શિતલબેન ડાંગર, રમાબેન પરમાર, દિપ્તીબેન સંચાણિયા, મુસ્કાનબેન સાડેકા, હેમાંગીબેન બજાણિયા, ઈલાબેન નકુમ તથા કમિટિ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:32 pm IST)