Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

નવરાત્રી

નવરાત્રી માં દુર્ગાની આરાધનાનો અવસર, માં અંબા ની અલૌકિક શકિતઓનું પ્રદર્શન, અસૂરો ની અરાજકતા નું અવમૂલ્યન. ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને પ્રાદેશીય સાંસ્કૃતિક વારસામાં ગુજરાતની આ સંસ્કૃતિ વારસાનું સંસ્કરણ ગુજરાતીઓની અનેરી ઓળખ છે. નવરાત્રી દરમિયાન શકિત ધારાઓની પુજા, અર્ચના, આહવાન દ્વારા આપણે ઉર્જા નો ભંડાર મેળવીએ છીએ. માતા જગદંબે જગત-જનનીની અર્ચના પ્રાચીનતમ રાસ અને ગરબા યોજી નાની કુંવારિકા બાળાઓ ગરબીમંડળ માં પોતાની આવડત અને કૌશલ્યોનું કૌતુક બતાવી આ આધ્યશકિત ની આરાધના કરે છે. રાસ-ગરબા એ જગતભરમાં એક અનોખુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજના પ્રાધ્યોગિક સમાજ અને શહેરીકરણના સથવારે શેરીઓ – ગલીઓ , ચોકમાં કે ચોરે થતી નાની બાળાઓની ગરબી ના સ્થાને પાર્ટી પ્લોટ અને મેદાનોમાં ઉભરાતી અર્વાચીન ડિસ્કો દાંડિયાની પ્રવૃતિએ આજના યુવાનોમાં ઘેલું લગાડ્યું છે. આ અર્વાચીન ડી.જે. ના જાકજમાળ માં પ્રાચીન રાસ ગરબાનું અને તેને પરિણામે આપણી તત્વતઃ સાંસ્કૃતિકતાનું અવમૂલ્યન થતું જાય છે. જે જાળવવાની જવાબદારી સામાજિક નાગરિક તરીકે આપણી છે. આજનું તંત્રસ વિશ્લેષ્ણ તો નવી જ સ્થિતિ નું પ્રદર્શન કરે છે કે આજકાલ જ્ઞાતીગત સમાજો દ્વારા પોતાની જ્ઞાતિના સામૂહિક દાંડિયા અલગ-અલગ યોજે છે. સંગઠનનો મહિમા અપાર છે એ વાત સાચી છે એટલી જ ાતક પણ છે કેમકે જો આ સંગઠનો જ્ઞાતિવાદને જન્મ આપતા થઈ જાય તો સામુહિકતાની શકિતનો નાશ થશે. એકતાનું જોખમ ઊભું થશે, બિનસાંપ્રદાયિકતાની ભાવના અને ગુણનો પણ નાશ થશે. માટે આપણી આ પારંપરિક રાસ ગરબાની પ્રવૃતિઓનો મૂળ હેતુ. એકતા, સામુહિકતા, સને સુયોગને જાળવવા ફરી પ્રકૃતિ  તરફ પાછા વળી મૂળ ચોકમાં થતી ગરબી અને ગરબીમંડળને પ્રોત્સાહન મળે તે પ્રવૃતિને વેગ આપવા મથવું એ ખૂબ જરૂરી છે કેમકે વ્યકિત અને સમાજની બધી પ્રગતિ, સમૃદ્ઘિ, અને શકિતનો આધાર સામુહિકતા અને સહકાર છે.

રણચંડી ચામુંડા, મહાકાળી, દુર્ગા, જગદંબાના નામે શકિતનો પ્રચંડ પ્રવેગરૂપ બતાવનાર તેજ સ્વરૂપીણી માતા અસૂરોનો નાશ કરવા નવરાત્રી સુધી સંઘર્ષ અને યુદ્ઘ કરી દેવો ને તેમનું પોતાનું સ્થાન પાછું અપાવે છે આ દંતકથા સ્ત્રીશકિત નો અપાર મહિમા પ્રગટ કરે છે. સ્ત્રીએ પોતાની અંદરની આ આધ્યિતીય શકિત ને પારખીને પોતાના જીવનમાં થતાં અન્યાય નો પ્રતિકાર કરી દૈવીય શકિત નો પરિચય આપી પોતાની સુરક્ષા અને સમાજની સુરક્ષાને ધ્યાનમાં લેવી જોઈએ એવો પણ નિર્દેશ આ તહેવાર આપણને કરે છે. તહેવારો ઉપાસના ના પર્વો છે તેમના મૂલ્યને તેમની  પ્રકૃતિ અને સંસ્કૃતિ ને જાળવી આપણા દેશના પ્રદેશોના સાંસ્કૃતિક વારસાનું વહન અને હસ્તાંતરણ કરવામાં આપણું યોગદાન આપવું આપણી ફરજ છે.

પાર્થ ઉવાચ :-

સારા જહાં હૈ જિસકી શરણ મેં

નમન હૈ ઉસ માં કે ચરણ મેં,

હમ હૈ ઉસ માં કે ચરનો કી ધુલ

આઓ મિલકર ચઢાએ શ્રદ્ઘા કે ફૂલ.

પાર્થ કોટેચા

મો.૯૯૦૪૪ ૦૬૬૩૩

(3:24 pm IST)