Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

કોઠારીયા નાકા ખાતે દુર્ગા ઉત્સવ : આઠમે મહાપૂજા : દશમે મૂર્તી વિસર્જન સાથે સમાપન

રાજકોટ : શહેરમાં વસતા બંગાળી પરિવારો દ્વારા દર વર્ષે નવરાત્રી દરમિયાન ઠેરઠેર દુર્ગા પૂજાના આયોજનો કરવામાં આવે છે. તે મુજબ વર્ષો વર્ષ અહીના કોઠારીયા નાકા ખાતે પણ 'દુર્ગા ઉત્સવ' યોજવામાં આવે છે. આ વખતે સતત ૧૨ માં વર્ષે દુર્ગા ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. સ્વામી વિવેકાનંદ સીટી સંઘ દ્વારા કોઠારીયા નાકા મંગલમ હોલ ખાતે વિશાળ દુર્ગા માતાજીની મુર્તિની સ્થાપના કરી દરરોજ રાત્રે ૮ વાગ્યે મહાઆરતી કરવામાં આવે છે. બંગાળી સમાજના લોકો તેમજ વિશાળ સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. અહીં આઠમે મહાપુજા થશે. દશમના મૂર્તિ વિસર્જન સાથે પંચ દિનાત્મક ઉત્સવનુ સમાપન થશે. સમગ્ર આયોજન માટે સ્વામી વિવેકાનંદ સીટી સંઘના પ્રમુખ પ્રદીપ દત્તા (મો.૭૦૬૯૨ ૨૩૦૯૫), ઉપપ્રમુખ દીલીપ માજી, સપન ઘડાઇના માર્ગદર્શન હેઠળ બંગાળી સમાજના લોકો જહેમત ઉઠાવી રહ્યાનું કલ્યાણ મદન અધિકારી (મો.૯૨૭૪૦ ૮૬૫૦૫) ની યાદીમાં જણાવાયુ છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:21 pm IST)