Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સીંગતેલના ભાવો ઘટવાને બદલે વધતા જ જાય છે! વધુ ૧૦ રૂા.નો ઉછાળો

ચાલુ સપ્તાહમાં સીંગતેલ ડબ્‍બે ૪૦ રૂા. અને કપાસીયા ટીનમાં રપ રૂા.નો ભાવવધારોઃ મગફળી અને કપાસની પુષ્‍કળ આવકો છતા ભાવ વધતા આヘય

રાજકોટ, તા., ૧૪: દિવાળી બાદ સીંગતેલના ભાવો ઘટવા જોઇએ પરંતુ ચાલુ વર્ષે ભાવો ઘટવાને બદલે વધ્‍યે જ જાય છે. આજે ડબ્‍બે વધુ ૧૦ રૂપીયાનો ઉછાળો થયો હતો.

સ્‍થાનીક બજારમાં સીંગતેલમાં ખાનાર વર્ગની ઘરાકી નિકળતા ભાવમાં તેજી જોવા મળી હતી. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.) ૧૦૩૦ રૂા. હતા તે વધીને ૧૦૪૦ રૂા. થઇ ગયા હતા. તેવી જ રીતે સીંગતેલ નવા ટીન (૧પ કિલો)ના ભાવ ૧૮૧૦ થી ૧૮પ૦ રૂા. હતા તે વધીને ૧૮ર૦ થી ૧૮૬૦ રૂા. થઇ ગયા છે. ચાલુ સપ્તાહમાં સતત તેજીને પગલે સીંગતેલ ડબ્‍બે ૪૦ રૂા.નો તોતીંગ ઉછાળો થયો છે. તેમજ કપાસીયા ટીનમાં પણ રપ રૂા.નો ભાવવધારો થયો છે.

સાઇડ તેલોના ભાવો ઉંચા હોવાના કારણે સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો ઘટતા નથી તેવા બહાના તળે તેલીયા રાજાઓએ સીન્‍ડીકેટ રચી સીંગતેલના ભાવો સતત ઉંચી સપાટીએ લઇ જઇ રહયા હોવાનું વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં મગફળી અને કપાસની પુષ્‍કળ આવકો થઇ રહી છે ત્‍યારે સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો ઘટવા જોઇએ તેના બદલે ભાવ વધતા લોકોમાં આર્ય ફેલાયું છે.

(4:11 pm IST)