Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

રાષ્‍ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ૨૨મીએ ગાંધીનગરમાં મહારેલી- મહાસભા

મુખ્‍ય ત્રણ માંગો ગૌમાતાને રાષ્‍ટ્રમાતા જાહેર કરો, એટ્રોસીટીમાં સંશોધન આરક્ષણની સમીક્ષા

રાજકોટ,તા.૧૪: શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા સંસ્‍થાપક શ્રી સુખદેવસિંહજી ગોગામેડી , રાષ્ટ્રીય ઉપાધ્‍યક્ષ શ્રી યોગેન્‍દ્રસિંહજી કટાર તથા રાષ્ટ્રીય ઉપાધ્‍યક્ષ તથા ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ શ્રી રાજ શેખખાતજી ની આગેવાની હેઠળ તા.૨૨ને રવિવાર ના રોજ સેકટર નં-૧૧ , રામકથા ગ્રાઉન્‍ડ, પ્રેસિડેન્‍ટ કોમ્‍પ્‍લેક્ષ પાસે, ગાંધીનગર, ખાતે મહારેલી તથા મહાસભા નું આયોજન કરવામાં આવેલ છે.

આ મહારેલી તથા મહાસભાનો મુખ્‍ય એજન્‍ડાઆ મુજબ છે. (૧) ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાઃ ભારતીય સભ્‍યતા ગૌ માતા ને પહેલે થી પૂજનીય અને વંદનીય માને છે. હિન્‍દૂ ધર્મ શાષાો પ્રમાણે તેત્રીસ કોટી દેવતા ઓ નો ગૌમાતા માં વાસ હોવાથી ગૌ માતા સાથે સર્વ સમાજ ની ધાર્મિક લાગણી જોડાયેલ છે. પરંતુ હાલ માં અનેક ગૌમાતા તથા ગૌધન ની કતલ થઈ રહી છે જે સમાજ માટે તથા સરકાર માટે ખુબજ ગંભીર બાબત છે.અને ગૌ હત્‍યા ના મામલે અનેક ગંભીર ઘટના ઓ બને છે જે અટકાવવા માટે સરકાર ગૌ માતા ને રાષ્ટ્રમાતા જાહેર કરે તેવી માંગ છે. (૨) એટ્રોસિટી એકટમાં સંશોધનઃ એટ્રોસિટી એકટ ના દુરુપયોગ ને અટકાવવા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા કડક કાયદો બનાવવામાં આવે અને તપાસ કર્યા વગર કોઈપણ વ્‍યક્‍તિ ની ધરપકડ થવી જોઈએ નહિ અને એટ્રોસિટી એકટ માંથી ધારા 18A ને સંપૂર્ણ હટાવવામાં આવે.  (૩)આરક્ષણની સમીક્ષાઃ દેશ માં ઘણા સમયથી જાતિગત આધાર પર આરક્ષણ છે તે સંપૂર્ણ રીતે નાબૂદ થાય અને આરક્ષણ આર્થિક આધાર પર લાગુ થાય જેથી તમામ ગરીબ પરિવારો ને આરક્ષણ નો લાભ મળી શકે.

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આ કાર્યક્રમ તા. ૧૫ ડિસેમ્‍બરના રોજ ગાંધીનગર ખાતે મહારેલી તેમજ મા સભાનું આયોજન કરવામાં આવેલ પરંતુ ૧૫ તારીખના રોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ આવવાના હોય જેના કારણે સમગ્ર પોલીસ બંદોબસ્‍ત રાષ્ટ્રપતિના ં કાર્યક્રમમાં હોય જેથી હવે મહાસભા અને મહારેલી મોફુક રાખી ૨૨ ડિસેમ્‍બરના રોજ યોજાશે.

તા.૨૨ રવિવાર, સ્‍થળઃ રામકથા ગ્રાઉન્‍ડ, પ્રેસિડેન્‍ટ કોમ્‍પ્‍લેક્ષ સામે, સેકટર નં- ૧૧ ગાંધીનગર,

તસ્‍વીરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાનો સર્વશ્રી  ચંદુભા પરમાર, બલદેવસિંહ સિંધવ, યુવરાજસિંહ ડોડીયા, જયદીપ સિંહ ભટ્ટી, યોગરાજસિંહ તલાટીયા, પ્રવિણસિંહ સિંધવ, રણજીતસિંહ સોલંકી, રણજીતસિંહ જાદવ, ભાવસિંહ ઓરા, અજીતસિંહ પરમાર, અનિલસિંહ પરમાર,  જનકસિંહ સાકરીયા, અશોકસિંહ પરમાર, મનીશસિંહ રાઠોડ સાથે  મનિષાબા વાળા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

સૌરાષ્‍ટ્ર ઝોન મહિલા પાંકના અધ્‍યક્ષ તરીકે મનીષાબા વાળાની વરણી

રાજકોટઃ રાષ્‍ટ્રીય રાજપુત કરણી સેનાના મહિલા સંગઠન દ્વારા ગૌ હત્‍યા, એટ્રોસીટી એકટમા સુધારો જાતિગત આરક્ષણ નાબુદ કરવાની લડત ચાલી રહી છે. સાથે સર્વ સમાજનું સમર્થન મળી રહ્યું છે. સૌરાષ્‍ટ્ર ઝોનના મહિલા પાંખના અધ્‍યક્ષ તરીકે રાજકોટનાં મનીષાબા વાળાની નિમણુંક થયેલ છે. તેઓ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે.

(4:06 pm IST)