Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

હિન્દી બાળપોથી, પહલી, દુસરી, તીસરી અને વિનીતની પરીક્ષાઓ ફેબ્રુઆરી માસમાં લેવાશે

સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વર્ષમાં બે વખત લેવાતી

રાજકોટ તા. ૧૪ : ભારતની રાષ્ટ્રભાષા હિન્દી છે, આ દેશના નાના મોટા તમામ નાગરીકો રાષ્ટ્રભાષાનું જ્ઞાન મેળવે તે જરૂરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં હિન્દી પ્રચાર સમિતિ એક એવી સંસ્થાન છે જે શહેર અને ગામડાઓમાં નાના વિદ્યાર્થીઓથી માંડીને પ્રૌઢ સુધીના નગરજનોને રાષ્ટ્રભાષાનું જ્ઞાન આપે છે.

મહાત્મા ગાંધીની રાષ્ટ્રભાષા પ્રત્યેની ભાવના ચરીતાર્થ કરવા સૌરાષ્ટ્ર હિન્દુ પ્રચાર સમિતિ વિદ્યાર્થીઓને રાષ્ટ્રભાષાનું જ્ઞાન આપે છે. વર્ષમાં બે વખત તેની પરીક્ષા લે છે. તેમજ ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપે છે.

આ વખતની હિન્દી બાળપોથી, પહલી, દુસરી અને તીસરી તેમજ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા લેવાતી વિનીતની પરીક્ષાઓ ૨૦૨૦ ની સાલમાં રર અને ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ અનુક્રમે શનિ તથા રવિવારે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં લેવાશે.

આ પરીક્ષાઓનાં અરજીપત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૫ મી જાન્યુઆરી રહેશે. જયારે ભરાયેલા અરજીપત્રો તેની ફી ની રકમ સાથે કાર્યાલયમાં પહોંચાડવાની છેલ્લી તા. ૧૮ મી જાન્યુઆરી ૨૦૨૦ નકકી કરાયેલ છે.

અત્રે એ પણ યાદ રહે કે આ પરીક્ષા સૌરાષ્ટ્ર કચ્છનાં ૬૦૦ થી વધુ કેન્દ્રોમાં હાલ લેવાય છે. આ પરીક્ષાને રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારે માન્યતા આપેલ છે. રાજકોટ કાર્યાલયમાં ચાલતા જનરલ કેન્દ્ર (પેટા કેન્દ્ર) માં અરજીપત્ર ભરી પહોંચાડવાની છેલ્લી તા. ૩૧-૧૨-૨૦૧૯ રહેશે.

સૌરાષ્ટ્ર કચ્છની જે શિક્ષણ સંસ્થા રાષ્ટ્રભાષા હિન્દી પ્રચાર અને પરીક્ષા કેન્દ્રો શરૂ કરવા ઇચ્છે તેમણે તે શાળાના આચાર્યશ્રીની ભલામણ સાથે મંત્રીશ્રી સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ, રાષ્ટ્રીયશાળા પ્રાંગણ, રાજકોટ સાથે પત્ર વ્યવહાર કરવો અથવા ફોન નં. ૦૨૮૧ - ર૪૬૬૨૨૭ અથવા મો.૯૪૨૮૧ ૫૧૭૩૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:33 pm IST)