Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

આટકોટના દારૂના ગુન્હામાં વોન્ટેડ રાજકોટનો બુટલેગર દિપક પકડાયો

રાજકોટ તા.૧૩: આટકોટ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનહામાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો રાજકોટના બુટલેગરને એલસીબીએ ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.એન.રાણા ટીમે આટકોટ પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો આરોપી (૧)દીપક ઉર્ફે દીપો વલ્લભભાઇ મકવાણા કોળી રહે.રાજકોટ દુધસાગર રોડ એસ.જે.સ્ટીલ પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડને વિરનગરમાંથી પકડી પાડી આટકોટ પોલીસના હવાલે કર્યો હતો.

પકડાયેલ આરોપી રાજકોટ શહેરનો પ્રોહી બુટલેગર્સ હોય તેમજ રાજકોટ શહેરમાં ઇંગ્લીશદારૂના ગુન્હામાં પકડાયેલ છે. તેમજ પાસામાં પણ પોતે સજા ભોગવેલની કબુલાત આપેલ છે.

આ કામગીરી એલસીબીના એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા પો.કોન્સ. રહીમભાઇ દલ તથા , મેહુલભાઇ બારોટ, રસીકભાઇ જામોડ વી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.

(11:41 am IST)