Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

તંત્રના પગે તળે રેલોઃ ત્રણેય ઝોનમાં રસ્તા મરામત કાર્યનું જાત નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર

રાજકોટ : આજે  સવારથી જ ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારમાં મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલે રૂબરૂ મુલાકાત લીધી હતી, તેમજઙ્ગ ક્ષતિગ્રસ્ત માર્ગોનું મિશન મોડ માં મરામત કાર્ય શરૂ કરવામાં આવેલ છે. તેઓએ ઇસ્ટ ઝોન સેન્ટ્રલ ઝોન તથા વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારો જેવા કે , કુવાડવા રોડ ગ્રીનલેંડ ચોકડી ભાવનગર રોડ આજીડેમ ચોકડી તથા કોઠારીયા મેન રોડ તેમજ ભકિતનગર સર્કલ, ટાગોર રોડ, રૈયારોડ, આઈ લવ ડ્રીમ સિટી પ્રોજેકટ તથા સમરસ હોસ્ટેલ એપ્રોચ રોડ ની મુલાકાત લેવામાં આવેલ.સેન્ટ્રલ ઝોન ઢેબર રોડ પર નાગરિક બેન્ક પાસે પાઇપલાઇન લિકેજ સ્થળ પર હાજર રહીને તાત્કાલિક રીપેર કરાવી હતી.મ્યુનિ.કમિશનર શ્રી દ્વારા રસ્તાના મેટલ મોરમ ના પેચ વર્ક તથા પેવિંગ બ્લોકથી કરવામાં આવેલ કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત સોપાન ની મુલાકાત લીધી હતી. હાઈરાઈઝ નો એપ્રોચ રોડ બિલ્ડર દ્વારા થયેલ હોય તેમજ તેના મેન્ટેનન્સ ની જવાબદારી બિલ્ડરની હોય લોકોને વાકેફ કરવામાં આવેલ તેમજ આ બાબત હાઇકોર્ટમાં પેન્ડિંગ હોય કોર્પોરેશન દ્વારા બેઝિક ફેસેલીટી આપવા માટે કામગીરી કરવા સંમતિ આપી આવશ્યક કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં ઢેબર રોડ પર નાગરિક બેન્ક ચોકમાં પાણીની પાઇપલાઇન લીકેજ થતા તુર્ત જ કમિશનરશ્રીએ સ્થળ પર ઉપસ્થિત રહી તાત્કાલિક પાઇપલાઇનનું રિપેરિંગ કામકાજ પૂર્ણ કરાવેલ હતું.

(3:45 pm IST)