Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ત્રિકોણબાગ કા રાજાના ધામમાં સર્વધર્મ સમભાવનો માહોલઃ હિન્દુ- મુસ્લિમો ભેટયા

મુસ્લિમ બિરાદરોએ સ્વામીનારાયણ સંતોની સંગાથે સમૂહઆરતી કરીને ગણેશ વંદના કરીઃ સ્વયંસેવકોનું સન્માન

રાજકોટઃ ''ત્રિકોણ બાગ કા રાજા'' ૨૦માં ગણપતિ મહોત્સવનું સમાપન થયું. અંતિમ ચરણોમાં યોજાયેલ. ૧૧ દિવસ સેવા બજાવનાર સ્વયં સંઘ સેવકોને સન્માન સમારંભ યોજાયો હતો.

સમૂહ આરતીનો રાજકોટ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના સંતોની સંગાથે સમૂહ આરતી કરીને ગણેશ વંદના કરી હતી. જેમાં મુસ્લિમ અગ્રણી આહમદભાઈ ઝીંદાણી, હબીબ ગનીભાઈ કટારિયા, સૈયદ ગફારબાપુ, ઈમરાન શેખ, રહિમભાઈ સોરા, યુનુસ જુણેજા, જુજરભાઈ ભારમલ, અબાસી ત્રવાડી, શબીરભાઈ કાચવાળા, હુસેનભાઈ, સ્વામીનારાયણ સંત ઉત્તમપુરૂષ સ્વામી, વિશ્વબંધુ સ્વામી, વિક્રમ વાલ્વવાળા વિક્રમભાઈ જૈન, સિંધી અગ્રણી દિલીપભાઈ આસવાણી,  કિશનભાઈ આસવાણી, બેસ્ટ ટૂરના દિપકભાઈ કારિયા પરિવાર- રૂપલબેન કારિયા, વત્સલભાઈ કારિયા, અંજલીબેન કારિયા, આલોહાના હેતલબેન સોલંકી, યશ હોસ્પિટલના ડો.જયંત ચૌહાણ, પ્રતિક મહેતા, વિનોદભાઈ સોજીત્રા, વોઈસ ઓફ રાજકોટ ન્યુઝના કુનાલ મણિયાર, મીરાબેન મણિયાર, જે.પી. હેરમા, વિડિયોગ્રાફર ડો.વિજયભાઈ પીપળિયા, આર.જે.રવિ, કુલદીપસિંહ કલેર, શ્વેતાબેન શાહ, જયસુખભાઈ પરમાર વગેરેએ ભાગ લઈને ગણપતિ વંદના કરી હતી.

''ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવ''ના સમગ્ર આયોજનને સફળ બનાવવા જીમ્મીભાઈ અડવાણીના નેતૃત્વમાં કુમારપાલ ભટ્ટી, વિશાલ કવા, ધવલ વાડોદરા, ઈન્દ્રદીપ વ્યાસ, ભરતભાઈ રેલવાણી, ચંદુભાઈ પાટડિયા, વિજય કુબાવત, વિશાલ નૈનુજી, નાગજીભાઈ બાંભવા, હાર્દિક વિઠ્ઠલાણી, જેસલ ઝાલા, ધવલ કાચા, વંદન ટાંક, હિતેષ ધોળકિયા, યોગેન્દ્ર છનિયારા, અભિષેક કણસાગરા, કિશન સિધ્ધપરા, રાહુલ હકાસણિયા, સંદિપ પાલા, ભરતભાઈ પરમાર, જયુ યાદવ, સુર્યજીત ચૌહાણ, પાર્થ કોટક વગેરે સાથી મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

(3:44 pm IST)