Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

હેલ્મેટનો અમલ મોકૂફ રાખો, નાગરીકોને સમય તો આપો

આવા નિયમો લાગુ કરતા પહેલા આગોતરા આયોજનો કર્યા?: બિચારી પ્રજા પિસાય છેઃ હાલના સમયમાં તો પીયુસીએ પૈસા અને સમયની બરબાદી જ છે : સારી ગુણવત્તાવાળી હેલ્મેટનું વેચાણ સરકારે જ કરવુ જોઈએઃ વાહનચાલક હેલ્મેટ વગર પકડાય તો તેને મેમો આપવાના બદલે સ્થળ ઉપર જ હેલ્મેટ આપી દંડ વસૂલોઃ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ - સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ - લાખાજીરાજ વેપારી એસો. આશ્ચર્યજનક કાર્યક્રમો કરશે, ઘંટરાવ, સહિ ઝુંબેશ જેવા કાર્યક્રમો પણ કરશેઃ હેલ્મેટના લીધે ગુનાઓ વધશે, ઈ-કેમેરામાં મોઢુ નહિં દેખાય, ગુનેગારોને પકડવામાં તંત્રને જ મુશ્કેલી પડશે

રાજકોટ તા.૧૪: કેન્દ્ર સરકારનાં નેજા હેઠળ ગુજરાત સરકાર વાહન વ્યવહાર અંતર્ગત હેલ્મેટ / પી.યુ.સી. / વીમો / લાયસન્સ / આર.સી. બુક, વિગેરેની ફરજીયાત પાલન કરવા માટે જોહુકમી વાળા કાયદાની અમલવારી કરાવવા માટે સરકારી તંત્ર શસ્ત્રો સજાવી રહ્યા છે ત્યારે.... આ કાયદો મોકૂફ રાખવા અને નાગરીકોને સમય આપવા રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, સૌરાષ્ટ્ર વિકાસ પરીષદ અને લાખાજીરાજ વેપારી એસો.એ માંગણી કરી છે.

(૧) હેલ્મેટ પહેરવાના કાયદાના અમલ માટે સરકારશ્રી દ્વારા હેલમેટ સરળતાથી તેમજ યોગ્ય ગુણવતાયુકત બ્રાંડની, વ્યાજબી કિંમતે મળી રહે તે માટે સરકારનું પ્રજાલક્ષી આગોતરૂ આયોજન ખાસ જરૂરી છે. (૨)     હાલમાં હેલ્મેટ જાહેર રસ્તાઓ, ફૂટપાથ, રેકડીઓમાં તેમજ દુકાનોમાં વેચાઈ રહ્યા છે તો તેમના ગુણવત્ત્।ાનાં ધારા ધોરણો ખરેખર તેમાં જળવાઈ રહ્યા છે કે નહિ? ગુણવતાયુકત છે કે નહિ? તેના માપદંડો શું? તેમજ મનદ્યડત(બેફામ) ભાવો, વેપારીઓ લઇને લોકોની સાથે ખુલેઆમ લુંટ ચલાવી રહ્યા છે અને એ પણ કોઈપણ પ્રકારનાં બીલ વિના સરકારશ્રીના જી.એસ.ટીનાં કાયદાનું તમામ પ્રકારે ઉલંધન કરીને વેચી રહ્યા છે. અને સરકાર ટેકસ (જી.એસ.ટી.)ની આવક ગુમાવી રહી છે અને સરકારી તંત્ર મુકબધિર બનીને તમાશો જોઈ રહ્યું છે. તો આના માટે સરકારનું કયું તંત્ર જવાબદાર છે? (૩) સરકારે પોતે પોતાનાં આઉટલેટ ખુલા મૂકી સરળતાથી, વ્યાજબી કિંમતે, ગુણવતાયુકત અને જી.એસ.ટી.બીલ સહીત હેલમેટ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જેમ કે પોસ્ટઓફીસ, આર.ટી.ઓ.ઓફીસ, પોલીસ સ્ટેશન, જી.ઈ.બી. બિલ કલેકશન સેન્ટર, કોર્પોરેશનની વોર્ડ ઓફીસો તેમજ અર્ધસરકારી સંસ્થાઓ જેમા ખાદી ગ્રામોધોગ વિગેરે સ્થળેથી હેલ્મેટ ઉપલબ્ધ કરાવી શકાય. (૪) હાલમાં જાહેર માર્કેટમાં વેચાતા હેલ્મેટની કોઈપણ જાતની કિંમતની મર્યાદા અને એમ.આર.પી. હોતી નથી. તેમજ ગુણવતા પણ જળવાતી નથી તો તેના માટે તાત્કાલિક અસરથી ગુણવતાનાં ધારા ધોરણો જાહેર કરવા જોઈએ અને તેનાથી જાહેર જનતાને વાકેફ કરવી જોઈએ.  (૫) રસ્તા ઉપર વાહનચાલક હેલ્મેટ વગર પકડાય તો તેને દંડ રૂપે મેમો આપવાનાં બદલે મેમાની કિંમતનું યોગ્ય ગુણવત્ત્।ા વાળું હેલમેટ સ્થળ ઉપર જ આપીને દંડ વસૂલવો જોઈએ.

(૬) સીનીયર સીટીઝનો શહેરની અંદર માત્ર ૧૫ થી ૨૦ ની સ્પીડમાં જ સ્કૂટર ચલાવતા હોય તેમ જ જેઓ શારીરિક રીતે હેલમેટ પહેરવા માટે અશકિતમાન હોય તે બાબતને પણ કાયદાની અમલવારી કરતા પહેલા સરકારે વિચારણામાં લેવી જોઈએ. દ્યણી વખત મોટી ઉમરની વ્યકિત હેલ્મેટ પહેરવાથી અસુગમતા અનુભવે છે અને અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે.  (૭) વાહનચાલકની પાછળ બેઠેલ વ્યકિતને પણ જો હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય તો કોઈ વ્યકિતને મદદરૂપ થવા લીફ્ટ આપતા વધારાની હેલ્મેટની વ્યવસ્થા કયાંથી કરવી? અને જો વ્યવસ્થ ન થાય તો મદદરૂપ થનાર વ્યકિત દંડને પાત્ર બને જે સહકાર આપવાની ભાવના રૃંધાઇ જશે. (૮) સરકારી નિયમ મુજબ હાફ સાઈઝ તેમજ ટોપા જેવા હેલ્મેટ માન્ય નથી, પરંતુ તેમના માટે ફરજીયાત વાહન ચાલકે ફૂલ આખો હેલ્મેટ પહેરે તો જ યોગ્ય ગણાય તો તેમાં આ ફૂલ હેલ્મેટનાં લીધે આજુબાજુનાં નાના વાહનોનાં હોર્નનો અવાજ નહિ સંભળાવવાનાં પ્રશ્નો ઉભા થાય છે. જેના લીધે એકિસડન્ટ થવાની સંભાવનાઓ વધી જાય છે. તેમજ આખા પહેરેલા હેલ્મેટને કારણે વાહન ચાલકનાં ચહેરાની પારદર્શિતા દ્યટી જાય છે.જેના પરિણામે રસ્તા ઉપર છેડછાડ, ચીલઝડપ, લુટફાટ / અકસ્માત કરીને ભાગી જનાર વ્યકિત ઈ-કેમેરામાં સ્પષ્ટ રીતે જોઈ શકાશે નહિ. જેના લીધે ગુનાહિત પ્રવૃત્ત્િ।માં સંડોવાયેલા લોકોને મોકરુ મેદાન મળશે.  (૯) સરકારશ્રીની જાહેરાતનાં અનુસંધાને કાયદાના અમલ માટેનાં ડરથી જે લોકોએ હેલ્મેટ ખરીદી લીધેલ છે. તે હેલ્મેટો ભવિષ્યમાં માન્ય રહેશે કે નહિ? તે કોણ અને કયારે નક્કી કરશે? અને તેને અમલવારી થાય ત્યાં સુધીમાં તો મોટાપાયે બજારમાંથી હેલ્મેટની ખરીદીઓ થઇ ચુકી હશે તો તેમના માટે કયું તંત્ર જવાબદાર રહેશે? (૧૦) વ્યવહારુ અભિગમ મુજબ મેટ્રો સિટી, નેશનલ હાઇ-વે, વિગેરે જગ્યાએ હેલમેટ ફરજીયાત હોવું જોઈએ. જયારે નાના સીટી અને ગામડાઓમાં જયાં ટ્રાફિક સર્કલ જ ૫૦૦ મીટરનાં અંતરે આવેલ હોય તો આમાં વાહનની ગતિ ૧૫ થી ૨૦ ની સ્પીડથી વધુ થવાની જ નથી તો પછી અકસ્માત થવાની શકયતા જ નથી. 

(૧૧) વાહનનાં આટલા કપરા કાયદાનાં તેમજ આર્થિક રીતે સંકળામણ અનુભવતા લોકો જો સ્કૂટર છોડીને સાયકલ તરફ વળશે તો સાયકલ સવારની સલામતી માટે સરકાર શું વિચારી રહી છે? (૧૨) હેલ્મેટ અને વન-વેનાં ભંગ બદલ યોગ્ય વાહનચાલક, યોગ્ય નંબરપ્લેટ અને ધીમી સ્પીડનાં કારણે -કેમેરા મારફતે દ્યેર-દ્યેર સ્કૂટર ચાલકોને મેમા મળે છે. એક જ સ્થળે એક જ વાહન ચાલકને પાંચ પાંચ વખત મેમા મળે છે. જયારે અન્ય લોકો હેલ્મેટ વગર, યોગ્ય નંબરપ્લેટ વગર તેમજ ઓવર સ્પીડમાં આ જ સ્થળેથી પસાર થઇ જાય છે અને ઈ-કેમેરાની નજરમાંથી બચી જાય છે. તો કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ. તો પ્રશ્ન એ થાય છે કે આ ઈ-કેમેરા પ્રમાણિક અને સીધાસાદા લોકોને દંડ કરવા માટે જ મુકેલ છે? (૧૩) પી.યુ.સી. : - ફકત ૫૦ રૂ. આપીને પી.યુ.સી. સર્ટીફીકેટ લેવાનું અને પોલીસને બતાવવાનું આ સિવાય આ પી.યુ.સી સર્ટીફીકેટનો કોઈ ઉપયોગ નથી. આવા પ્રમાણપત્રથી પોલ્યુશનમાં સુધારો થઇ શકે? પી.યુ.સી.પ્રમાણપત્ર આપનારે અત્યાર સુધીમાં કયા – કયા વાહનોમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં નિયમો અનુસાર યોગ્ય ગુણવતા વાળા એન્જિન ન ધરાવતા વાહનને પી.યુ.સી. નું સર્ટીફીકેટ ન આપીને કેટલા વાહનો રીજેકટ કર્યા ? ખરેખર તો આવા પી.યુ.સી. સર્ટીફીકેટ પૈસા અને સમયની બરબાદી જ છે.  (૧૪) રોડ ઉપર દોડતા સરકારી ખખડધજ જુના વાહનો અને એસ.ટી.ની જૂની બસો જ વધુ માં વધુ કાર્બન ડાયોકસાઈડ (કાળો ધુવાણો) કાઢે છે. તો તેને પી.યુ.સી.નાં કાયદાનાં નિયમોની અમલવારી માટે સરકારનું કયું તંત્ર જવાબદાર ગણવું? (૧૫) શેરીંગ (શટલ) રીક્ષામાં ડ્રાયવરની આજુબાજુમાં બેઠેલા ચાર લોકો અને અંદર રીક્ષાની ક્ષમતા કરતા વધુ પાંચ થી છ મુસાફરો બેઠેલા હોય છે. જે બિલકુલ ટ્રાફિકનાં નિયમોની વિરુદ્ઘ અને અસુરક્ષિત હોય છે તો ઈ – કેમેરા મારફત આવી કેટલી રીક્ષાઓને કેટલા મેમા મોકલ્યા? (૧૬) સ્કૂલવાનમાં છ કે સાત પેસેન્જરને બદલે વીસ થી પચ્ચીસ વિદ્યાર્થીઓને ગોઠવવામાં આવે છે તેના  ફોટા પાડીને કેટલા ઈ – મેમાં મોકલ્યા? (૧૭) એસ.ટી.ની ૩ હૃ ૨ બસમાં ૫૬ સીટોની સીટીંગ કેપેસિટીની જગ્યાએ અંદાજે ૭૦ જેટલા મુસાફરોને લઇ જતી સરકારી એસ.ટી. બસને આર.ટી.ઓ ઓફિસર .કે પોલીસે રોકીને એસ.ટી. ઉપર કેટલા કેસ કર્યા કે દંડની રકમ વસુલી? કાયદાઓ ફકત લોકો માટે જ છે ? સરકારી તંત્રને લાગુ ન પડે? (૧૮) સરકાર ખુદ જો ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯થી કાયદાનું પાલન કરાવવાનું ઈચ્છતી હોય તો – આ તારીખ પહેલા મોકલેલા હેલમેટનાં ઈ-મેમાં રદ કરાવવા જોઈએ. તેમ  રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ યશવંતભાઈ જનાણી – પ્રમુખ, રાજેશભાઈ ગોંડલીયા – મહામંત્રી, મહેશભાઈ મહેતા - રાજકોટ શહેર પ્રમુખ (મો.૯૯૭૮૮ ૧૮૫૯૨), હિંમતભાઈ લાબડીયા – મુખ્ય સંયોજક (મો.૯૮૨૪૨ ૪૪૫૫૦), રાજેન્દ્રસિંહ જાડેજા – કારોબારી સભ્ય તથા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ , જયંતીભાઈ કાલરીયા -ચેરમેન, રાજેશભાઈ ગોંડલિયા - શહેર પ્રમુખ (મો.૯૯૭૮૯ ૧૫૫૮૨) , મહેશભાઈ નાગદીયા - કો-ઓર્ડીનેટર, જિમ્મી અડવાણી - (સૌરાષ્ટ્ર) વાઈસ પ્રેસીડેન્ટ અને લાખાજીરાજ વેપારી એસોસિએશન- મહેશભાઈ મહેતા  - પ્રમુખ, કમલભાઈ ગોસ્વામી – ઉપપ્રમુખ, પરેશભાઈ જનાણી અને પ્રશાંતભાઈ ગોહેલે જણાવ્યુ હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:40 pm IST)