Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ૩૯ ખુલ્લા તળાવોમાં પોરા ભક્ષક માછલી નંખાઇ

રાજકોટઃ ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયેલ છે. વરસાદ બાદ નાના મોટા ખાડા-ખાબોચીયામાં વરસાદી પાણી જમા રહે છે. આ પાણીમાં મચ્છર ઇંડા મુકે છે. આ ઇંડામાંથી ૭-૧૦ દિવસ બાદ મચ્છર બને છે. જે મેલેરિયા, ડેંગ્યુ જેવા રોગ ફેલાવે છે. છેલ્લા બે દિવસના વરસાદના રિવામ બાદ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તથા મચ્છરની ઉત્પતિ અટકાવવા પોરાનાશક કામગીરી હેઠળ તમામ વોર્ડમાં ખાડામાં દવાનો છંટકાવ કરવા તથા પોરાભક્ષક માછલી મુકવાની સઘન ઝુંબેશ હાથ ધરેલ છે. આ કામગીરી હેઠળ ખોડીયારપરા પાછળ વરસાદી ખાડામાં, ભગવતીપરા પાછળ વરસાદી ખાડામાં, લાલપરી તળાવ પાસે તથા પ્રદ્યુમન પાર્ક પાસે વરસાદી ખાડામાં, રાંદળા તળાવ પ્રધ્યુમન પાર્ક પાસે વરસાદી ખાડામાં, આજીડેમ ચોકડી પાસે માધવ વાટીકા સોસા. પાસેના વરસાદી ખાડામાં, માંડા ડુંગર પાસે ખાણમાં તથા વરસાદી ખાડામાં, રાધેક્રિષ્નાનગર પાસેની ખાણ, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર સામેની ખાણમાં, જયનગર પાસે ખાણમાં, તિરુપતી સોસા. પાછળ ખાણમાં, જીવરાજ પાર્ક પાસે વરસાદી ખાડોમાં, મવડી પોલીસ હેડ કવાર્ટર વાળા પૂલ પાસે વરસાદી ખાડામાં, સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે વરસાદી ખાડોમાં, નવીનનગર-૧ પાસે વરસાદી ખાડોમાં, પુનીતનગર મેઇન રોડ પાસે વરસાદી ખાડા, વાવડી ઇન્ડસ્ટ્રી એરિયા સર્વે નં. ૪૬ પાસે વરસાદી ખાડોમાં, રસુલપરા મેઇન રોડ ખાતે-વરસાદી ખાડો વગેરે વિસ્તારના વરસાદી ખાડાને આવરી લેવામાં આવેલ છે. આ તકે જનસમુદાયને પણ ખાસ અપીલ કરવામાં આવે છે કે પોતાના પ્રિમાઇસીસ કે ખાલી પ્લોટમાં જો નાના મોટા ખાડા-ખાબોચીયા હોય તો તેમાં બળેલ ઓઇલ અથવા તો કેરોસીનનો છંટકાવ કરે. વરસાદી સિઝન બાદ વકરર્તા રોગચાળાને અંકુશ કરવા મહાનગરપાલિકાના પ્રયાસોમાં સહકાર આપે. મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની સુચના અનુસાર આરોગ્ય શાખાની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરેલ છે.

(3:38 pm IST)