Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

મારવાડી કોલેજ, NSS દ્વારા પ૦૧ બોટલોનું મહા રકતદાન

રાજકોટઃ મારવાડી કોલેજના NSS વિભાગ અને હોસ્ટેલ ઇવેન્ટ કમિટીના વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં સિવીલ હોસ્પિટલ, રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક અને સૌરાષ્ટ્ર વોલેન્ટરી બ્લડ બેન્ક રાજકોટના લાભાર્થે ર દિવસના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ ર દિવસના બ્લડ ડોનેશન કેમ્પમાં મારવાડી કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, એડમીનીસ્ટ્રેટિવે સ્ટાફ, ડ્રાઇવર ભાઇઓ તથા સિકયુરિટી સ્ટાફ દ્વારા પ૦૧ જેટલી બોટલનું મહા રકતદાન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં રકતદાન કરવા બદલ સિવીલ હોસ્પિટલ, રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક અને સૌરાષ્ટ્ર વોલેન્ટરી બ્લડ બેન્ક મેનેજમેન્ટ દ્વારા મારવાડી કોલેજના NSS ના કાર્યકર્તાઓને અભિનંદન આપવામાં આવેલ. મારવાડી કોલેજના ડો. વાય. પી. કોસ્ટા, રજિસ્ટ્રાર નરેશ જાડેજા, ડીન ડો. આર. બી. જાડેજા, ડો. આર. શ્રીધરન, ડો. સુનિલ જાખોરીયા, ડો. આર. એલ. ઝાલા તથા હોસ્ટેલ ઇન્ચાર્જ ડો. રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ NSS ના પ્રોગ્રામ ઓફિસર યાર્મિન જારસાણીયા, પ્રો. વિશાલ સોરઠીયા તથા માલવ મારુ અને તમામ NSSના સ્વયંસેવકો દ્વારા મહેનત કરી આ કેમ્પને સફળ બનાવેલ.

(3:37 pm IST)