Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

રાજકોટમાં શાસકો-તંત્રને સદ્બુદ્ધિ મળે તે માટે ક્રોંગેસ દ્વારા હવનનો કાર્યક્રમ

તમામ વોર્ડમાં આયોજનઃ શહેરીજનોને પાયાની સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળઃડાંગર-સાગઠીયા

શહેર કોંગ્રેસ દ્વારા  તમામ ૧૮ વોર્ડમાં ૧૮ જગ્યા શાસકો અને તંત્રને સદ્દબુધ્ધિ મળે તે માટે હવનનો કાર્યક્રમ યોજાયો હતો.તસ્વીરમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, કોંગી આગેવાન જશવંતસિંહ ભટ્ટી સહિતનાં આગેવાનો તથા કાર્યકરો નજરે પડે છે.(તસ્વીર- અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૪: રાજકોટની નાની-મોટી ગલીઓમાં ફરી વાસ્તવિકતા જોઈ પ્રજાની સમસ્યાઓનો તાત્કાલિક હલ લાવે અને શાસકો અને તંત્રને સદ્દબુધ્ધિ મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા  શહરનાં તમામ વોર્ડમાંં  સવારે ૧૧ કલાકે હવનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે હાલ મેઘરાજાની મહેરબાની થી સમગ્ર રાજકોટ શહેરમાં સારો વરસાદ આવેલ છે તેમજ રાજકોટના ડેમો છલકવી દીધા છે અને રાજકોટ શહેરના પીવાનાં પાણીના પ્રાણ પ્રશ્ને જયારે કુદરતે રાજકોટની જનતાની આખા વર્ષની પીવાના પાણીની સમસ્યા હલ કરી દીધી હોય તેમજ રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ત પ્રીમોન્સૂન કામગીરી કરવાનો પ્રારંભ કરવામાં આવેલ હોય ત્યારે આ અણાવડતના કારણે રાજકોટની જનતાને સારા રોડ રસ્તા, પુરતી ગટર વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલ અંગેની સમસ્યાઓ બાબતે તંત્રએ ખુબજ લા પરવાહી દાખવી છે અને  શાસકો માત્રને માત્ર ફોટા પડાવવા અને પબ્લીસીટી સ્ટંટ કરવામાં માહિર હોય જે હાલ રાજકોટની આ ખાડા-ખાબડા અને પાણી ભરાવાથી હેરાન પરેશાન થયેલ પ્રજા એ ઓળખી ગઈ છે જયારે રાજકોટની જનતાના આરોગ્ય , રોડ રસ્તા, પીવાના પાણી, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ , લાઈટીંગ સુવિધા, આપાતકાલિન સમસ્યાઓ વગેરે જેવી પ્રાથમિક સમસ્યાઓ તાત્કાલિક ધોરણે હલ લાવવો જોઈએ તેના બદલે રાજકોટ શહેરની જનતા હાલ આ નાનામોટા પ્રશ્નોથી ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે મનપાનું તંત્ર વીવીઆઈપીઓની સેવા માંથી ફુરસદ કાઢી પોતાની પરસેવાની કમાણીથી ટેકસ ભરતી પ્રજાની સેવા કરે તેમજ સ્માર્ટ સીટી અને સ્વછતાની ખોટી વાતો બંધ કરી અને વાસ્તવિકતાની ધરતી ઉપર આવે તેવી માંગ કરી છે.  આ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના પ્રદેશ આગેવાનો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, તમામ ફ્રન્ટલ-સેલ વિભાગના પ્રમુખો –હોદ્દેદારો અને સમગ્ર કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને સભ્યો જોડાયા હતા.

(1:09 pm IST)