Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ન્યુ સુભાષમાંથી નિતીન સરવૈયા કારમાં દારૂના જથ્થા સાથે ઝડપાયોઃ અંકિત ઉર્ફ કાળીયાની શોધ

ભકિતનગરના ભાવેશભાઇની બાતમી પરથી કુલ ૧ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૧૪: કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટીમાં સોમનાથ મંદિર પાસે રહેતાં નિતીન ભરતભાઇ સરવૈયા (ઉ.૨૫) નામના રજપૂત શખ્સને ભકિતનગરના કોન્સ. ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી કોઠારીયા રોડ ન્યુ સુભાષનગર-૫ના ખુણેથી જીજે૦૧એચડી-૧૩૨૮ નંબરની ફ્રન્ટી કારમાં રૂ. ૪૨ હજારના ૮૪ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો.

પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, મહેન્દ્રભાઇ, વિક્રમભાઇ, દેવાભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, સલિમભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતાં નિતીનને કારમાં દારૂના જથ્થા સાથે પકડી લેવાયો હતો. પુછતાછમાં અંકિત ઉર્ફ કાળીયો હાંડાનું નામ ખુલ્તાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂ. ૧,૦૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દારૂની બોટલો પર પાર્ટી સ્પેશિયલ ડિલકસ વ્હીસ્કી ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી એવું લખેલું છે.

(2:27 pm IST)