Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સપરિવાર અમેરિકાના પ્રવાસે

શહેર પોલીસ કમિશનરનો ચાર્જ ૧૫ દિવસ રેન્જ આઇજી સંદિપ સિંહ પાસે

રાજકોટ તા. ૧૨: શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો મલ્હાર મેળો, ગણપતિ ઉત્સવ, મહોર્રમના બંદોબસ્ત પૂર્ણ થતાંની સાથે જ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સપરિવાર પંદર દિવસ માટે અમેરિકાના પ્રવાસે રવાના થયાનું જાણવા મળે છે. અમેરિકાની વિઝિટ પારિવારિક છે. કોઇ સરકારી કોન્ફરન્સ કે સત્તાવાર મુલાકાત ન હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે. તેઓની રજા દરમિયાન પોલીસ કમિશનર રાજકોટનો ચાર્જ રેન્જ આઇજી શ્રી સંદિપ સિંહ પાસે રહેશે.

(3:50 pm IST)