Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

મનપામાં ૧૫ એકાઉન્ટ કલાર્કની ભરતીઃ ઓનલાઇન અરજી

પુરૂષમાં ૮ સામાન્ય જગ્યા અને મહિલાઓમાં ૨ સામાન્ય જગ્યા : બાકીની તમામ જગ્યા અનામત ઉમેદવારો માટે : ૨૬ ઓકટોમ્બર અરજીની છેલ્લી તારીખ

રાજકોટ તા. ૧૩ : મહાનગર પાલિકામાં ૧૫ જેટલા એકાઉન્ટ કલાર્કની ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવાઇ છે. આ ૧૫ પૈકી  પુરૂષમાં ૬ અને મહિલાઓમાં ૨ એમ કુલ ૮ સામાન્ય ઉમેદવારોની જગ્યા છે. બાકીની તમામ જગ્યાઓ અનામત કેટેગરીની છે.

જે ભરતી કરવાની થાય છે તેમા પુરૂષમાં ૬ સામાન્ય, અનુજાતિ માટે ૧, સામાજીક પછાત માટે ૩,અનુ.જનજાતિ માટે ૨ જગ્યાઓ ભરવાની છે. જ્યારે મહિલા અનામતની કેટેગરીમાં ૨ સામાન્ય જગ્યાની ભરતી થશે.

માન્ય યુનિવર્સિટીના બી.કોમ અને બી.બી.એ સ્નાતક અને પીજીડીસીએ અથવા     કોમ્પ્યુટરનો  યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત કોર્સ પાસ વગેરે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૨૬ ઓકટોમ્બર સુધીમાં ઓનલાઇન www.rmc.gov.in વેબસાઇટ અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજીઓની તપાસણી કરી યોગ્ય ઉમેદવારોની લેખીત પરીક્ષા લેવાશે.

(4:06 pm IST)