Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

અંબામાના ઉંચા મંદિર નીચા મોલ, ઝરૂખડે દીવા બળે રે લોલ... કોમી એકતાનું ઉદાહરણ મોમાઇ ગરબી મંડળ રૈયાધાર :

 રાજકોટ : માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે અહીંના રૈયાધાર સ્લમ કવાર્ટર, રાણીમા રૂડીમા ચોક ખાતે છેલ્લા ૧૮ વર્ષથી શ્રી મોમાઇ ગરબી મંડળ દ્વારા પ્રાચીન રાસનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ૧૮ વર્ષની નીચેની વયની ૪૦ જેટલી બાળાઓ રાસ ગરબા રમી માતાજીના ગુણલા ગાય છે. કોઇપણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવે છે. એટલુ જ નહીં આ ગરબીના આયોજક અજીતભાઇ મોકરશી મુસ્લીમ  છે. તેમ છતા ભાવથી આ ગરબાનું સંચાલન સંભાળી કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. આ ગરબીમાં દરરોજ નાગરાસ, તલવાર રાસ, ભુતડા રાસ, દાંડીયા રાસ, દાતરડા રાસ આકર્ષણ જમાવે  છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા અજીતભાઇ મોકરશીના માર્ગદર્શન હેઠળ પિન્ટુભાઇ વાઘેલા, કમલેશભાઇ બગડા, મનોજભાઇ જાદવ, મોહમદ અજીતભાઇ, હમીર અજીતભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:05 pm IST)