Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ચપટી ભરી ચોખાને ઘીનો છે દિવડો... શ્રીફળની જોડ લઇને રે... હાલો પાવાગઢ જઇએ રે...

રાજકોટના મોટી ટાંકી ચોક નજીક આવેલ કોટક સ્કુલ પાસે શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા સાડા પાંચ દાયકાથી નવરાત્રી મહાપર્વનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સાદગીપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ગરબી મંડળની ૪૦ બાળાઓ અવનવા રાસ રમે છે. ગરબી મંડળની બાળાઓ તાલી રાસ, ઘડા રાસ, ખંજરી રાસ, ટીપ્પણી રાસ, મંજીરા રાસ સહિતના રાસની રમઝટ બોલાવે છે. ગરબી મંડળના આયોજનને સફળ બનાવા અનસુયાબેન જોશી, બિંદુબેન કોટક, મનીષાબેન કોટક, તબ્બુબેન કોટક, ધારાબેન, પ્રગતિબેન જોશી, ઉષાબેન, મનસ્વીબેન, આરતીબેન, જ્યોતિબેન, શ્વેતાબેન જોષી, ચિરાગભાઇ મહેતા, મનીષભાઇ જોશી સહિતના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે.

(3:13 pm IST)