Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

શ્રી જય અંબે ગરૂડની ગરબીની મુલાકાતે DCP જાડેજા

રાજકોટ : રાજકોટમાં આઝાદી પૂર્વે ૧૨૫ વર્ષથી અવિરત ચાલતી પ્રાચીન ગરબી જય અંબે ગરૂડ ગરબીનું રાજકોટ જિલ્લામાં જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેરૂ મહત્વ છે. આ જગવિખ્યાત ગરબીમાં રાજકોટના કર્તવ્યનિષ્ઠ અધિકારી રાજકોટ ડેપ્યુટી પોલીસ કમિશનરશ્રી મનોહરસિંહજી જાડેજા, અતિથિ વિશેષ,દર્શન કરવા પધાર્યા છે. ત્યારે જય અંબે ગરૂડ ગરબીના સંચાલક જય અંબે ગરબી મંડળ, SD ગ્રુપ, બડા બજરંગ ગ્રુપ અને સમસ્ત રાજકોટના પ્રજાવતી રાજકોટ ડેપ્યુટી પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા સાહેબનું સહહૃદય ફુલમાળા સાથે અભિવાદન કરેલછે. પ્રસ્તુત તસ્વીરમાં રાસે રમતી બાળાઓ અને ડીસીપી શ્રી મનોહરસિંહજી જાડેજાના પરિવાર તથા સહદેવસિંહ ડોડીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરિયા)

(3:11 pm IST)