Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સરગમના બહેનો માટેના ગરબામાં જમાવટઃ મહેમાનોના હસ્તે આરતી

રાજકોટઃ સરગમ કલબ દ્વારા રાજય સરકારે આપેલી મંજૂરીને આધીન આયોજીત નવરાત્રિ મહોત્સવના છઠા નોરતે મનીષભાઈ માંદેકા (રોલેકસ બેરીંગ) સુરેશભાઈ નંદવાણા હસ્તે માતાજીની આરતી કરવામાં આવેલ. આ પ્રસંગે ચંદ્રિકાબેન ધામેલીયા, જસુમતીબેન વસાણી, ઘનશ્યામભાઈ પરસાણા, મનમોહન નંદા, રાજભા ગોહેલ, સોનલ ગઢવી, રાજુભાઈ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહેલ.

માત્ર બહેનો માટે યોજાયેલા રાસોત્સવમાં વેલ ડ્રેસ અને શ્રેષ્ઠ પરફોર્મન્સ અને ઈનામો પણ આપવામાં આવ્યા હતા. વેલ ડ્રેસનું ઈનામ નિયતીબેન ડેલાવાળા, શ્રેષ્ઠ પરફોર્મન્સનું ઈનામ સપનાબેન ખાખરા અને હર્ષાબેન કથ્રેચાને મળ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, કેતનભાઈ મીરાણી, દિનેશભાઈ વિરાણી, મનોજભાઈ અનડકટ, મનસુખભાઈ ધંધુકિયા, સુધાબેન દોશી, હેતલબેન થડેશ્વર, ભાવનાબેન મહેતા, કૈલાશબેન વાળા વગેરે જહેમત ઉઠાવેલ.

(3:05 pm IST)