Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સોની વેપારી સાથે રૂ. ૩.૬૦ લાખની ઠગાઇના ગુનામાં ૫ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે રાજસ્થાન પોલીસની મદદથી વિજયપાલસિંહ રાઠોડને દબોચ્યો

રાજકોટ,તા. ૧૩: સોની બજારમાં સોની વેપારીએ બનાવવા આપેલી રૂ. ૩.૬૦ લાખની સોનાની માળાની છેતરપીંડી આચરવાના ગુનામાં પાંચ વર્ષથી ફરાર કારીગરને ક્રાઇમ બ્રાંચની ટીમે રાજસ્થાન પોલીસની મદદથી રાજસ્થાનથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.બી.જેબલીયા તથા એ.એસ.આઇ રાજદીપસિંહ ગોહિલ તથા અંશુમાનભા ગઢવી, તથા કોન્સ. નિતેષભાઇ બારૈયા, સહિતે રાજસ્થાનના ગુડ્ડા એન્દલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ રવિરાજસિંહ રાજપુરોહીત, કોન્સ. ધમેન્દ્રકુમાર અને રાજેશકુમારને સાથે રાખી સુંદેલા ગામમાં રહેતા વિજયપાલસિંહ શંભુસિંહ જોઘા (રાઠોડ) (ઉવ.૨૭)ને પકડી લીધો હતો. તે સોની બજારમાં સોની વેપારી સાથે રૂ. ૩.૬૦ લાખની ઠગાઇ આચરવાના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો.

(3:02 pm IST)