Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સિવિલ હોસ્પિટલ ઓપીડી પાસેથી વૃધ્ધની લાશ મળીઃ વાલીવારસની શોધ

જમણા હાથે 'શ્રી મોમાઇ' ત્રોફાવેલું: એક ઓપીડી કેસ મળ્યો તેમાં મંગળસિંહ જાડેજા-જામનગર લખેલું છે

રાજકોટ તા. ૧૩: સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બીલ્ડીંગના પગથીયા પાસેથી અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બેભાન મળી આવતાં કાર્યકર રમણીકભાઇ પરમારે ઇમર્જન્સી વોર્ડમાં ખસેડ્યા હતાં. પરંતુ તેનું મોત નિજપ્યું હતું. હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક પાસેથી અમુક મોબાઇલ નંબર મળ્યા હોઇ પોલીસ તેના આધારે તપાસ કરી રહી છે. એક ઓપીડી સારવારનો કેસ મળ્યો છે તેમાં મંગળસિંહ જીતુભા જાડેજા (ઉ.વ.૭૦-રહે. જામનગર) લખેલું છે. તેમજ એક વૃધ્ધાના ફોટા મળી આવ્યા છે. મૃતકે સફેદ શર્ટ-પેન્ટ પહેર્યા છે. જમણા હાથે 'શ્રી મોમાઇ' ત્રોફાવેલુ છે. કોઇ વાલીવારસ, પરિચીત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:48 am IST)