Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

કાલે યોજાનાર ''સંવિધાન બચાવો દેશ બચાવો રેલી'' પૂર્વે રાજકોટમાં કનૈયાકુમારનાં ફોટા ઉપર કાળી શાહીનાં પીછડાઃ પોસ્ટર ફાડયા

રાજકોટમાં કાલે બપોરે ૩ વાગ્યે ''સંવિધાન બચાવો દેશ બચાવો'' રેલીનું આયોજન હોસ્પીટલ ચોક ખાતેથી કરવામાં આવ્યું છે. જેમાં રેલીને સંબોધન જેએનયુના કનૈયાકુમાર પાસના કન્વીનર હાર્દિક પટેલ સહિતના કરનાર છે આ રેલી પૂર્વે રાજકોટના નાના મવા સર્કલ, કોટેચા ચોક ખાતે લગાવેલા રેલીનાં બેનરમાં કનૈયાકુમારના ફોટા ઉપર કાળી શાહીનો પીછડો કોઇએ મારી દીધો હતો. જ્યારે રેસકોર્ષ પાસે પોસ્ટર પણ ફાડયા હતા. જેના કારણે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)(૨-૨૦)

 

(3:49 pm IST)
  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST