Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

શહેર યુવા ભાજપ દ્વારા 'નેશન વિથ નમો વોલન્ટીયર': યુવાનોને સંકલ્પ લેવડાવાયા

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપની યોજના અનુસાર શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાની હેઠળ તેમજ પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ, રાજકોટ યુવા ભાજપના પ્રભારી ફાલ્ગુનભાઇ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં શહેરના મેયર બંગલા ખાતે 'નેશન વિથ નમો વોલેન્ટીયર' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને શિક્ષણ અને રોજગારલક્ષી સવલતો અંગે માર્ગદર્શન પુરુ પાડયુ હતુ. આ તકે પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ, પ્રદિપ ડવ દ્વારા કેન્દ્ર સરકારની શિક્ષણ અને રોજગારી, સવર્ણ અનામત, જેવી યોજનાઓની માહિતી આપી હતી તેમજ યુવાનોને પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારો ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાય તેવા હેતુથી 'પહેલા વોટ મોદી કો' વિશે તેમજ કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે માટે 'કેમ્પસ એમ્બેસેડર નેટવર્ક' અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફરીથી સતાના શિખરે બીરાજે અને દેશનો યુવાવર્ગ 'સૌનો સાથ, સૌનો વિકાસ'માં સહભાગી બને તે માટે 'યુવા આઇકોન નેટવર્ક' હેઠળ યુવાનોને સંકલ્પ લેવડાવવા માટે વિષદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરભરમાંથી યુવાનો તેમજ કોલેજમાં અભ્યાસ કરતા ખાસ કરીને આગામી લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરનાર યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન યુવા ભાજપ મહામંત્રી પૃથ્વીસિંહ વાળા તેમજ અંતમાં આભારવિધિ પરેશ પીપળીયાએ કરી હતી.

(3:31 pm IST)
  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST

  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST

  • સિરક્રીકમાં પાકિસ્તાન નેવીની હિલચાલ વધી :ભારતીય નેવી પર બાજ નજર રાખવા માટે 8 નવા ઓબ્ઝર્વેશન પોસ્ટ :સિયાચીન બાદ સિરક્રીકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ :નિયંત્રણ રેખા હોવા છતાં સિરક્રીક બંને દેશો વચ્ચે સંવેદનશીલ બની access_time 1:00 am IST