રાજકોટ
News of Tuesday, 12th February 2019

શહેર યુવા ભાજપ દ્વારા 'નેશન વિથ નમો વોલન્ટીયર': યુવાનોને સંકલ્પ લેવડાવાયા

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપની યોજના અનુસાર શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાની હેઠળ તેમજ પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ, રાજકોટ યુવા ભાજપના પ્રભારી ફાલ્ગુનભાઇ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં શહેરના મેયર બંગલા ખાતે 'નેશન વિથ નમો વોલેન્ટીયર' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને શિક્ષણ અને રોજગારલક્ષી સવલતો અંગે માર્ગદર્શન પુરુ પાડયુ હતુ. આ તકે પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ, પ્રદિપ ડવ દ્વારા કેન્દ્ર સરકારની શિક્ષણ અને રોજગારી, સવર્ણ અનામત, જેવી યોજનાઓની માહિતી આપી હતી તેમજ યુવાનોને પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારો ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાય તેવા હેતુથી 'પહેલા વોટ મોદી કો' વિશે તેમજ કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે માટે 'કેમ્પસ એમ્બેસેડર નેટવર્ક' અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફરીથી સતાના શિખરે બીરાજે અને દેશનો યુવાવર્ગ 'સૌનો સાથ, સૌનો વિકાસ'માં સહભાગી બને તે માટે 'યુવા આઇકોન નેટવર્ક' હેઠળ યુવાનોને સંકલ્પ લેવડાવવા માટે વિષદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરભરમાંથી યુવાનો તેમજ કોલેજમાં અભ્યાસ કરતા ખાસ કરીને આગામી લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરનાર યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન યુવા ભાજપ મહામંત્રી પૃથ્વીસિંહ વાળા તેમજ અંતમાં આભારવિધિ પરેશ પીપળીયાએ કરી હતી.

(3:31 pm IST)