Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વાયુ પ્રદુષણ સામે જાગૃતિ લાવવા સાયકલ રેલી અને વૃક્ષારોપણ

રાજકોટ : પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર તેમજ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશીક કચેરી તથા મ્યુ. કોર્પો.ના સંયુકત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વાયુ પ્રદુષણ સામે જાગૃતિ લાવવા રેસકોર્ષ રીંગરોડ પર સાયકલ રેલી દ્વારા સંદેશો પ્રસરાવાયો હતો. મ્યુ. કમિશ્નર શ્રી બંછાનીધી પાનીએ રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. નગરજનો સાયકલ સાથે ઉત્સાહભેર સાથે જોડાયા હતા. તેમજ રેસકોર્ષ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ. સાયકલ કલબના દિવ્યેશભાઇ સહીતના ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના શ્રી ગઢીયા, મ્યુ. કોર્પો. ના શ્રી ગોહેલ, શ્રી પરમાર તેમજ લોક વિજ્ઞાન કેન્દ્રના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(4:21 pm IST)
  • સાવકી માતા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપી પુત્રની ધરપકડ :અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં રહેતી મહિલાએ વડોદરા રહેતા સાવકા પુત્ર સામે નોંધાવી ફરિયાદ :રાતે ઘરમાં એકલી હતી ત્યારે પુત્ર ઘરે આવ્યો:વાત કરવાના બહાને અંદરના રૂમમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધવા કહ્યું :ઇન્કાર કરતા સાવકી માતાના મોઢે રૂમાલ બાંધી જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો access_time 1:03 am IST

  • વાયુ" વાવાઝોડું ૧૨ સુધીમાં જોર પકડી સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે.: સૌરાષ્ટ્ર માટે ધ્યાન રાખવા જાણીતા વેધર એનલિસ્ટની તાકીદ : ૧૦ જૂને મોડેથી હવાનું હળવું દબાણ વાવાઝોડું "વાયુ" માં ફેરવાય જશે અને ૧૨ જૂન સુધીમાં ઝડપભેર: વધુ ઉગ્ર બની આગળ વધશે તેમ જાણીતા વેધર એનાલિસ્ટ અક્ષય દેવરસે ટ્વિટ કરી જણાવ્યું છે.:આ વાયુ વાવાઝોડાથી મહારાષ્ટ્ર ઉપર સીધુ કોઈ જોખમ નથી પરંતુ સૌરાષ્ટ્ર ઉપર ખાસ નજર રાખવા શ્રી અક્ષય દેવરસ ટ્વિટર ઉપર જણાવે છે. access_time 1:30 am IST

  • યુપીમાં નરાધમો બેખોફ : કુશીનગરમાં 12 વર્ષની દલિય બાળકી સાથે ગેંગરેપ :અહિરૌલી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં છ નરાધમોએ માસુમને પીંખી નાખી "ચાર આરોપીઓ ઝડપાયા :બે હરામીઓની શોધખોળ: 6 આરોપીઓની વિરુદ્ધ POCSO એક્ટ, એસસી/એસટી એક્ટ અને આઇપીસી સેક્શન 376 (બળાત્કાર) હેઠળ કેસ દાખલ: સગીરાને મેડિકલ ટેસ્ટ માટે મોકલી અપાઇ access_time 1:41 am IST