રાજકોટ
News of Monday, 10th June 2019

વાયુ પ્રદુષણ સામે જાગૃતિ લાવવા સાયકલ રેલી અને વૃક્ષારોપણ

રાજકોટ : પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર તેમજ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશીક કચેરી તથા મ્યુ. કોર્પો.ના સંયુકત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વાયુ પ્રદુષણ સામે જાગૃતિ લાવવા રેસકોર્ષ રીંગરોડ પર સાયકલ રેલી દ્વારા સંદેશો પ્રસરાવાયો હતો. મ્યુ. કમિશ્નર શ્રી બંછાનીધી પાનીએ રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. નગરજનો સાયકલ સાથે ઉત્સાહભેર સાથે જોડાયા હતા. તેમજ રેસકોર્ષ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ. સાયકલ કલબના દિવ્યેશભાઇ સહીતના ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના શ્રી ગઢીયા, મ્યુ. કોર્પો. ના શ્રી ગોહેલ, શ્રી પરમાર તેમજ લોક વિજ્ઞાન કેન્દ્રના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(4:21 pm IST)