Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

કાલે ક્ષત્રિય નાળોદા સમાજના રાસોત્સવ

ત્રણ થી ચાર હજાર ખેલૈયાઓ રાસોત્સવની રમઝટ બોલાવશે : જ્ઞાતિજનોને આમંત્રણ

રાજકોટ : ક્ષત્રિય નાળોદા રાજપૂત રાસોત્સવ રાજકોટ દ્વારા આવતીકાલે તા.૮ના મંગળવારે દશેરાના રોજ સમસ્ત નાળોદા રાજપૂત પરીવાર માટે ભવ્ય રાસોત્સવનું આયોજન લીયો લાયન્સ, અમીન માર્ગના છેડે, ગીરીરાજ હોસ્પિટલની સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યુ છે.

આ કાર્યક્રમમાં આસપાસના તમામ નાળોદા રાજપૂત સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેવા નાળોદા રાજપૂત રાસોત્સવ દ્વારા જાહેર આમંત્રણ અપાયુ છે. નાળોદા રાજપૂત સમાજના ખેલૈયાઓએ થ્રી, ફોર, સિકસ-સ્ટેપ, પંચીયો, ટીમલી અને દોઢીયાની રમઝટ બોલાવશે. નાળોદા રાજપૂત રાસોત્સવ આયોજીતમાં મુખ્ય મહેમાન તરીકે લોકગાયીકા પૂનમબેન ગોંડલીયા તથા ગોવિંદ ગઢવી, મહેન્દ્રસિંહ રાજપૂત તથા તેમની ટીમ ખેલૈયાઓને મન મૂકીને ડોલાવશે. તો આ કાર્યક્રમમાં તમામ ભાઈ - બહેનોને પધારવા આમંત્રણ અપાયુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા મનોજસિંહ ડોડીયા, રમેશસિંહ જાદવ, અંકિતસિંહ ચાવડા, મોહિતસિંહ સિંધવ, ગૌરવસિંહ ચાવડા, મહેન્દ્રસિંહ સિંધવ, અશ્વિનસિંહ સિંધવ, પ્રવિણસિંહ ચાવડા, અશોકસિંહ સિંધવ, સ્મિતસિંહ ચાવડા, ભાવેશસિંહ પરમાર, દિલીપસિંહ ગોહેલ, નિલેશસિંહ ડાભી, કિશનસિંહ ડોડીયા, જયપાલસિંહ ચાવડા તેમજ વિશાલસિંહ ચાવડા, સંજયસિંહ ચાવડા, વિવેકસિંહ સિંધવ, નરેન્દ્રસિંહ ચાવડા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:41 pm IST)