Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કોંગ્રેસની બે મોઢાવાળી નિતિનો પર્દાફાશ કરતાં રાજુભાઇ ધ્રુવ

કોંગ્રેસ એક બાજુ ઉપવાસ કરાવે છે, અને બીજી બાજુ રામધુન બોલાવે છે

રાજયમાં વર્ગવિગ્રહ અને અરાજકતા ફેલાવવાનો જ કોંગ્રેસને ઇરાદો

 રાજકોટઃ  તા.૭, ભાજપના પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવે કોંગ્રેસ અને તેના આગેવાનોને ગુજરાત વિરોધી ગણાવતાં જણાવ્યું છે કે, અબજો, ખર્વો શબ્દ પણ ખુબ નાનાં પડે એટલી મોટી રકમના ભ્રષ્ટાચાર અને કૌભાંડો જેમના શાસનમાં આચરવામાં આવ્યા તે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પનોતા પુત્ર અને   વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રમાણિક, પારદર્શક અને પરિશ્રમી નેતૃત્વ પર કાદવ ઉછાળવાનો અને પ્રજાની આંખે પાટા બાંધવાના પ્રયાસો કરી રહી છે. દેશની જનતાને શ્રી મોદીજી પર પૂર્ણ વિશ્વાસ છે ત્યારે શ્રી રાહુલ ગાંધીને માત્ર ચીન-પાકિસ્તાન પર વિશ્વાસ છે તેથી જ ડોકલામ પ્રશ્ન થયો તે વખતે તેઓ ચીનના એમ્બેસેડરને ખાનગીમાં મળ્યા હતાં: જાણે પોતે ચીનના પ્રચાર એમ્બેસેડર હોય તે રીતે ચીનના ગુણગાન ગઈ રહ્યા છે. કોંગ્રેસ અને તેની નેતાગીરીનાં આવા દેશ વિરોધી કૃત્યો અત્યંત હીન કક્ષાના અને નિંદનીય છે.

 

  કોંગ્રેસ પ્રોકસીવોરથી શરૂ કરીને હવે તેની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઈ છે. કોંગ્રેસ આંદોલનકારીઓ સાથે બેવડી રમત રમે છે. ઉપવાસ કરવાવાળા કોંગ્રેસને પૂછે છે કે, શું કોંગ્રેસ ઓ.બી.સી.માંથી અનામત આપવા માંગે છે? કોંગ્રેસ કઈ જોગવાઈથી અનામત આપવા માંગે છે? કોંગ્રેસે એકપણ રાજયમાં E.B.C.1% પણ જાહેર કેમ કરતી નથી? આવા કોઈપણ પ્રશ્નના જવાબ કોંગ્રેસ પાસે નથી ત્યારે કોંગ્રેસના બદઈરાદાને ઉપવાસ કરનારાઓએ ઓળખી લેવાની જરૂર છે. 

  કોંગ્રેસ એકબાજૂ ઉપવાસ કરાવે છે તો બીજીબાજૂ 'રામધૂન 'બોલાવે છે; કોંગ્રેસને ઉકેલમાં નહીં માત્ર વિવાદ, વેરઝેર, વર્ગવિગ્રહ ઊભા કરવામાં જ રસ છે. કોંગ્રેસ ગુજરાતમાં ભયંકર અશાંતિ, વેરઝેર, અરાજકતા ફેલાવીને ભાજપને અને ગુજરાતની શાંતિપ્રિય પ્રજાને બદનામ કરવા માંગે છે પરંતુ, ગુજરાતની જનતા કોંગ્રેસના અસલી ચહેરાને પૂરી રીતે ઓળખી ગઈ હોવાથી કોંગ્રેસના કોઈ ષડયંત્રો સફળ થવાનાં નથી.

 શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે,  રાફેલ મુદ્દે સંસદમાં અને સંસદની બહાર કેન્દ્ર સરકારના મંત્રીઓએ વારંવાર વિગતવાર અને હકીકતલક્ષી ખુલાસાઓ આપ્યા છે તેમ છતાંય જુદી જુદી જગ્યાએ અલગ અલગ જૂઠ્ઠા આંકડાઓ બોલીને શ્રી રાહુલ ગાંધી પોતે જ પોતાને ખોટા પાડી રહ્યાં છે તે હકીકત દેશની જનતા નિહાળી રહી છે. સંસદમાં જે રીતે પહેલાં વડાપ્રધાન શ્રી મોદીજીને ભેટ્યા અને પછી આંખના ઈશારા દ્વારા આ તો 'નાટક' હતું તેવું તેમણે સાબિત કર્યું તે જ રીતે રાહુલ ગાંધી આ પ્રકારના  જૂઠ્ઠા આક્ષેપો કર્યા કરે છે. થોડા સમય પછી આ પણ નાટક જ છે તેમ આંખના ઈશારા મારીને કહી દે તો કોઈને નવાઈ નહીં લાગે. 

  શ્રી રાહુલ ગાંધીને સંસદ, જાહેરસભા કે પ્રેસમાં વિસંગતપણે, નાટયાત્મક રીતે બોલતાં જોઈને દેશની જનતા પણ હસી રહી છે. કોંગ્રેસના નેતાઓ પક્ષ પ્રમુખને અનેક ટ્રેનીંગ આપ્યા પછી પણ જાહેરમાં લાવતાં ડરે છે. કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા પાસે, પાકિસ્તાન અને ચીનની પ્રશંસા કરવા સિવાય દેશહિતનો કોઈ મુદ્દો જ રહ્યો નથી તેથી વિદેશમાં પણ છાસવારે ભારતને સતત બદનામ કરવાના જ પ્રયાસ કરે છે. પરંતુ, શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યાં પછી વિશ્વમાં ભારતીયોના માન-સન્માન-ગૌરવ વધ્યાં છે. જે તે દેશની સરકારો પર પણ ભારતીય નેતાગીરીનો પ્રભાવ વધ્યો છે તે હકીકત હોવાથી કોંગ્રેસને ભાજપ અને મોદીજીની લોકપ્રિયતાની ભારે ઈર્ષ્યા આવે છે. આથી જૂઠ્ઠા આક્ષેપો મૂકીને અને નર્યા જુઠ્ઠાણાં ફેલાવીને ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ, તેમ કરવામાં તેઓ કયારેય સફળ થશે નહિં. દેશની જનતાએ કોંગ્રેસના ૫૫-૬૦ વર્ષના ભ્રષ્ટાચારી શાસનને જોયું છે, ઝેલ્યું છે અને હવે ભાજપ સરકારનું પ્રગતિશીલ અને પારદર્શક શાસન પણ નિહાળી રહી છે તે હકીકતથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. કોંગ્રેસ શકુનિ અને મંથરા વૃત્ત્િ।ની પ્રવૃતિ બંધ કરે તે દરેક સમાજ અને ગુજરાતમાં હિતમાં છે.

  રાજુભાઇ ધ્રુવે  કહયું કે આ સમગ્ર આંદોલન રાજકીય પ્રેરિત છે તેવી સ્પષ્ટ ટિપ્પણી કરતાં વિપક્ષ કોંગ્રેસને વેધક સવાલ કર્યો કે, જયારે સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટ પ૦ ટકાથી વધુ અનામત આપી ન શકાય તેવા ચૂકાદાઓ આપ્યા છે ત્યારે કોંગ્રેસ એ વિશે શું કહે છે? રાજુભાઇ ધ્રુવે કોંગ્રેસને આડે હાથ લેતાં જણાવ્યું કે આ કોંગ્રેસ પાટીદાર અનામત આંદોલન મૂદે બેવડી નીતિ-રીતિ અપનાવે છે. થોડા દિવસ પહેલાં કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યોએ મહામહિમ રાજયપાલશ્રીને મળીને ૮ પાનાનું આવેદનપત્ર આપ્યું તેમાં અનામત વિશે એક શબ્દનો પણ ઉલ્લેખ કર્યો નથી. (૪૦.૧૩)

 

(4:23 pm IST)