Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

મેડીકલેઇમની રકમ ખોટી રીતે કાપી લેવાતા વિમા કંપનીને વ્યાજ સહિત રકમ ચુકવવા હુકમ

રાજકોટ તા. ૭ : મેડીકલેઇમ ખોટી રીતે કાપેલ ઓરિએન્ટલ ઇન્સયુ.કં.ને વ્યાજ સહિત વિમાની રકમ અરજદારને ચુકવવા કન્ઝયુમર ફોરમે મહત્વનો ચુકાદો આપેલ હતો.

ઉપરોકત કેસની હકીકત ટુંકમાં એ છે કે ઉપરોકત કન્ઝયુમર કોર્ટમાં તે કામના અરજદાર હરસુખભાઇ ઉનડકટ ઓરિએનટલ ઇન્સયુ.કં.છેલ્લા ૪ થી પ વર્ષથી દર વરસે પ્રિમીઅમ ભરતા આવેલ, ગત વરસ ર૦૧૭ માં તેમને એક નાનકાળુ ઓપરેશન કરવાની જરૂરીયાત ઉદ્વવેલ અને રાજકોટના નામાકીંત ડોકટર પાસે તે મુજબનું ઓપરેશન કરાવેલ. તેમનેત્યાર બાદ ઓપરેશનના કુલ ખર્ચના રૂ.૧,૦૬,૦૦૦ આશરેનું તેમણે કરાવેલ સર્જરી હેઠળનું કુલ કલેઇમ ઓરિએન્ટલ ઇન્સ્યુન્સ કંપની સમક્ષ મુકેલ. ત્યારબાદ ઉપરોકત કલેઇમ પેટે આશરે રકમ રૂ.પ૪,૦૦૦ રકમ અરજદારને ઓરિએન્ટલ ઇન્સ્યુન્સ કંપની ચુકવેલ અને બાકી રહેતી રકમ રૂ.પર,૦૦૦ આશરે ખોટી રીતે ઓરિએન્ટલ ઇન્સ્યરન્સ કંપનીએ તેની પોલીસીમાં દર્શાવેલ રીઝનેબલ તથા કસ્ટમરી કલોઝ હેઠળ ખોટી રીતે કાપી લેવામાં આવેલ. જેથી નાખુશ થઇને અરજદારએ રાજકોટ કન્ઝયુમર ડિસ્ટ.ફોરમમાં ઉપરોકત ખોટીરીતે કાપેલ મેડીકલેઇમ અને મળવા પાત્ર કલેઇમની રકમ વળતર સાથે ચુકવવા તથા અરજીનો ખર્ચ માનસીક ત્રાસના વળતર સાથે ચુકવવા તેમના વકીલ અમીત એન.લોકવાની મારફત ફરીયાદ કરેલ હતી.

આ કામે વકીલ અમિત એન.લોકવાણી, એ ઉપરોકત રજુ રાખેલ તમામ દલીલો તથા સ્ટેટ કન્ઝયુમર ડિસ્ટ.ફોરમ આપેલ ચુકાદો વળી ઓથોરીટી ધ્યાને લઇ. કંસ્યુમર ડીસ. ફોરમ રાજકોટના પ્રેસીડેન્ટ એમ.પી.શેઠ તથા મેમ્બર નીલમબેન કકકડએ આશરે રકમ રૂ.૪પ૬૦૦ તથા તેના ઉપર ૬% વ્યાજ સહીત અને સાથે રૂ.૧૦૦૦ માનસીક ત્રાસ પેટેના અને રૂ.પ૦૦ આ ફરીયાદના ખર્ચાના અરજદારને ચુકવવા હુકમ ફરમાવેલ છે. ઉપરોકત કેસમાં અરજદારના વકીલ અતિ એન.લોકવાણી સાથે હિરેન એમ.શેઠ તથા સંજીવ આઇ. શાહ રોકાયેલા હતા.

(4:22 pm IST)