Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

નિરાધાર, ગંગા સ્વરૂપ માતાઓને વિનામૂલ્યે બનારસની યાત્રા કરાવાશેઃ ભાગવત કથા

પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટનું આવતા વર્ષે આયોજનઃ આજથી ફોર્મ વિતરણ

રાજકોટ,તા.૭: શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે રાજકોટ શહેરમાં વસતા નિરાધાર, નિઃસહાય, નિઃસંતાન, ગંગા સ્વરૂપે માતાઓ (વિધવા)ના પિતૃઓના મોક્ષાર્થે વિનામૂલ્યે ૧૦૮ પોથી શ્રી મદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન તા.૨૮ ફ્રેબુઆરી થી તા.૧૨ માર્ચ સુધી યાત્રાધામ શ્રી બનારસ (કાશી) ખાતે કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન પદે રાજકોટ નિવાસે સ્વ.ક્રિના અતુલભાઈ કારીયા પરિવાર બીરાજશે.

આ ભાગવત સપ્તાહના વ્યાસાસને શાસ્ત્રીશ્રી રમેશભાઈ એમ. જોષી સુંદર શૈલીમાં ભાગવત્ સપ્તાહનું રસપાન કરાવશે. આ યાત્રામાં સામેલ થનાર ગંગા સ્વરૂપ માતાઓને અલ્હાબાદમાં કુંભ સ્નાન, અયોધ્યા, છપૈયા, ચિત્રકુટ વગેરેની યાત્રા બસ દ્વારા કરાવવામાં આવશે.

આ યાત્રીમાં સામેલ થનાર ગંગા સ્વરૂપ માતાઓને રાજકોટ રેલ્વે સ્ટેશન થી રેલ્વે સ્લીપર કલાસમાં લઈ જવામાં આવશે. આ યાત્રામાં દરરોજ સવારે ચા, કોફી નાસ્તો બપોરે તથા રાત્રે શુધ્ધ શાકાહારી કાઠીયાવાડી ભોજન આપવામાં આવશે. આ ભાગવત સપ્તાહનું આયોજન બનારસ (કાશી) માં હોટલ જશલોક, રામક્રિષ્ના મિશન લુક્ષા સામે, વારાણસી ખાતે કરવામાં આવેલ છે.

આ યાત્રા ફોર્મનું વિતરણ આજે સવારે ૧૦ થી ૧૨ તથા સાંજે ૫ થી ૮ સંસ્થાના કાર્યલય શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી પ્રગટ હનુમાનજી મંદિર, લક્ષ્મીવાડી શેરી નં-૯/અ, મિલપરા મેઈન રોડ, રાજકોટ ઉપર શરૂ કરવામાં આવશે. ફોર્મ ભરી પરત કરવાની છેલ્લી તા.૧૦ ઓકટોબર રહેશે. આયોજનમાં સંસ્થાના કશ્યપભાઈ ભટ્ટ, દેવાંગભાઈ ભટ્ટ, ચિંતનભાઈ રાચ્છ, પાર્થભાઈ દવે, નરેન્દ્રભાઈ ડોડીયા, કિશનભાઈ સુચક, ગુલાબભાઈ સાબરીયા, પંકજભાઈ વ્યાસ, બકુલભાઈ સરવૈયા, દેવશીભાઈ વાડોલીયા, કેતનભાઈ ડોડીયા તથા અન્ય કાર્યકરો સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ એસ.ભટ્ટ મો.૯૯૨૫૦ ૧૭૮૮૮નો સંપર્ક કરવા યાદી જણાવે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:57 pm IST)