Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ખેડુત ઉત્પાદક સંઘ રચવા જિલ્લા બેંકની કામગીરી

રાજકોટઃ રાજકોટ અને મોરબી જીલ્લાના ખેડુતોને સંગીઠત કરી ખેડુત ઉત્પાદક સંગઠનો ઉભા કરવા માટે નાબાર્ડ, રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક લી. તથા ખેતિવિષયક મંડળીઓ દ્વારા ઝુંબેશ રૂપે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવેલ છે. જેના ભાગરૂપે ખેતિ ખર્ચ ઘટાડવા અને ખેડુતો દ્વારા ઉત્પાદીત થયેલ માલના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખેડુતોને ખેતી માટે જરૂરીયાત મુજબની વસ્તુઓ જેવી કે બિયારણ, દવા, ખાતર વિગેરેની ખરીદી એકી સાથે કરવા ખેડુતોનું સંગઠીત ગૃપ બનાવી ખેતી ખર્ચ ઘટલાડવા અને ખેડુતો દ્વારા ઉત્પાદીત થયેલ માલ અંગે બજારલક્ષી માહીતી મેળવી એકી સાથે સંગઠીત ગૃપ દ્વારા જ વેચાણ કરવા અંગેની જાણકારી બેંકના જનરલ મેનેજર શ્રી વી. એમ. સખીયા, નાબાર્ડ ડી.ડી.એમ. શ્રી દેવેશ પરમાર તથા માસ્ટર ટ્રેનર્સ દ્વારા આપવામાં આવેલ છે. ચેરમેન અને કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન અને સહકાર હેઠળ શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક લી. દ્વારા આપી બહોળો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે. ખેડુત ઉત્પાદક સંગઠનો ઉભા કરવા માટેના તાલીમ કાર્યક્રમો કરવા માટે નાબાર્ડ અને શ્રી રાજકોટ ડિસ્ટ્રીક કો-ઓપ. બેંક લી. એ આર્થીક સહયોગ આપેલ છે.

(3:53 pm IST)