Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

માત્ર લોકમેળામાં જ ખાદ્ય પદાર્થોનું ચેકીંગ કરાયું: ખાનગી મેળાઓમાં આરોગ્ય વિભાગની બેદરકારી છતી

રાજકોટ, તા. ૬ :. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુકત ખોરાક મળે તે માટે કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે પરંતુ આ વખતે માત્ર લોકમેળામાં જ આરોગ્ય વિભાગે ખાણીપીણીના સ્ટોલમાં ચેકીંગ કરી અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો હતો. જ્યારે શહેરમાં વિવિધ સ્થળોએ યોજાતા ખાનગી મેળામાં આરોગ્ય વિભાગ ડોકાયો પણ નહિ હોવાનું બહાર આવ્યુ છે, ત્યારે ખાનગી મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીનું ચેકીંગ કરી અખાદ્ય પદાર્થોનો નાશ કેમ નથી કરાયો ? અને ફુડ લાયસન્સની કામગીરી કેમ નથી થઈ ? તે બાબતે લોકોમાં અનેક સવાલો ઉઠયા છે. જો કે અધિકારીઓ ઓછો સ્ટાફ હોવાનુ બહાનુ ધરી અને બેદરકારી છુપાવી રહ્યાની ફરીયાદ પણ ઉઠી છે.(૨-૧૮)

(4:28 pm IST)