Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

MCXના સટ્ટાબાજો ઉપર મીઠી નજરના મંડાણ

ધીરે ધીરે પ્‍યાર કો બઢાના હૈ, હદ સે ગુજર જાના હૈ જેવો ફરી માહોલ : તંત્રની કરડાકીના કારણે દુબઇ કે અન્‍ય શહેરમાં ગોઠવાયેલાઓ ફરી રાજકોટમાં દેખાવા માંડયા

(નરેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા) રાજકોટ, તા., ૭: રાજકોટ પોલીસ ગુજરાતભર નહી દેશભરમાં બદનામ થયા બાદ વચ્‍ચે થોડો સમય કરડાકી દર્શાવી હતી. પરંતુ કહેવત છે ને કે ‘સમય દરેક બાબતની દવા છે' તે મુજબ ફરી આગલુ બધુ ભુલીને તંત્ર  કામે લાગી રહયાના નિર્દેશો મળી રહયા છે. છેલ્લા બે દિવસથી શહેરના એસ.જે.(સોનીબજાર) સહીતના આઠેક MCX સટ્ટાબાજો ફરી ગેલમાં આવી ગયા છે અને જાણે ગીત ગાઇ રહયા છે કે ‘ધીરે ધીરે પ્‍યાર કો બઢાના હૈ હદ સે ગુજર જાના હૈ'.

ર્યની વાત એ છે કે MCX અને ક્રિકેટના ચોક્કસ બુકીઓ રાજકોટમાં પરમીશન ન હોવાના કારણે દુબઇ કે અન્‍ય શહેરોમાં ચાલ્‍યા ગયા હતા. પરંતુ ૧ જુલાઇથી આ ચહેરાઓ ફરી રાજકોટમાં નજરે પડવા લાગ્‍યા છે. આઠેક મોટામાથાઓને તંત્રનો પ્રેમ સાંપડયો હોવાનું મનાય છે.

શહેરમાં દારૂ, જુગાર, તોડ-કાંડ, કૌભાંડકારો સાથેની સાંઠ-ગાંઠ સહીતની અનેકવિધ બદીઓથી શહેર પોલીસની ઇમેજ ખરડાઇ હતી. પરંતુ છેલ્લા થોડા સમયથી અસામાજીકો અને બદીઓ ઉપર તંત્રએ પ્રમાણીક પણે કામગીરી કરી હતી. પરંતુ નાના મોટા ખર્ચાઓને પહોંચી વળવા સહીતની સમસ્‍યાઓ સામે તંત્ર ફરી કડકાઇ હારી રહયું હોવાનું ચિત્ર ઉપસી રહયાનું જાણવા મળે છે.

પોલીસ બેડામાં ચર્ચાતી વિગતો મુજબ છેલ્લા અઠવાડીયાથી પ્રથમ તબક્કાના ભાગ રૂપે MCX ના સટ્ટાબાજોમાં ફરી વસંતઋતુ આવી છે અને ખુશીઓ સોળે કળાએ ખીલવા લાગી છે. મોટા માથાઓએ ફરી  MCX ના પાટલા ખોલ્‍યાની ચર્ચા છે.

ગૃહ વિભાગની સુચનાના આધારે રાજકોટ શહેર પોલીસની ઇમેજ સુધારવા માટેની ેસ્‍પષ્‍ટ સુચનાનો અમલ છેલ્લા થોડા સમય થયો હતો પરંતુ હવે તંત્ર કરડાકીભર્યુ વલણ બાજુએ મુકી ફરી મીઠી નજરના માલીક બની રહયાનું સ્‍પષ્‍ટ નજરે પડે છે.

ફીર વોહી રફતાર તરફની કુચની શરૂઆત  MCX ના બુકીઓથી શરૂ થયાનું પોલીસ બેડામાં ચર્ચાય છે. ત્‍યારે હાલ અમુક મોટા માથાઓ ગણાતા   MCX  સટ્ટાબાજો ઉપર મીઠી નજર પડી છે. હાલ માત્ર  MCX બુકીઓ ઉપર જ ક્રિકેટ બુકીઓ અંગે હજુ કાંઇ જાણવા મળતું નથી.

શહેરના પ્રબુધ્‍ધ નાગરીકોમાં ફરી ભયનું લખલખુ પ્રસરવા લાગ્‍યું છે કે જો પોલીસ મીઠી નજરના માલીક બની જશે તો વ્‍યાજખોરો, અસામાજીકો, દારૂ-જુગારની બદીઓના કારણે રંગીલા રાજકોટની શાંતિ ફરી હણાશે અને શાંત રાજકોટની ઇમેજ ફરી ખરડાશે.

MCX  ના આઠેક મોટા ગજાના બુકીઓને ગત ૧ જુલાઇથી અભયવચન (પરમીશન) મળ્‍યાનું પોલીસ બેડામાં ચર્ચાય છે. ત્‍યારે અન્‍ય અસામાજીકોએ મન પોતાના પાટલા અને ધંધા માટે રેહેમની નજર મેળવવા પ્રયાસો આદર્યા છે.

(3:47 pm IST)