Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મનપાને ગઇકાલે આવાસના હપ્‍તા પેટે ૧.૨૬ કરોડથી વધુ આવક

એપ્રિલથી અત્‍યાર સુધીમાં ૪૨.૧૬ કરોડ જમા થયા : ગત મહિને યોજાયેલ EWS-1 પ્રકારના ૧૦૪૨ આવાસોના ડ્રોના લાભાર્થીઓને એલોટમેન્‍ટ લેટર આપવાનું શરૂ

રાજકોટ તા. ૭ : મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧ હજારથી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્‍માર્ટ ઘર, મુખ્‍યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરૂજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્‍બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

આવાસ યોજના વિભાગ દ્વારા તા. ૧ એપ્રિલ થી તા.૬ જુલાઇ સુધીમાં રૂ.૪૨,૧૬,૯૩,૮૧૨ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. જયારે તા. ૧ જુલાઇ થી તા.૬ જુલાઇ સુધીમાં રૂ.૪,૨૮,૫૨,૭૫૫ ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ.ᅠᅠ

ગઇકાલે તા. ૬ના રોજ એક જ દિવસમાં ૧,૨૬,૭૬,૯૮૫ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. જે આજ દિન સુધીમાં ચોથા નંબરની એક જ દિવસની મહતમ આવક છે. અગાઉ તા.૨૪ના રોજ એક જ દિવસમાં ૧,૩૫,૬૦,૨૬૦ની આવક થયેલ હતી.

ઉપરાંત તા.૧૮ના રોજ યોજાયેલ EWS 1 પ્રકારના ૧૦૪૨ આવાસોના કોમ્‍પ્‍યુટરાઈઝ ડ્રો અન્‍વયે જે લાભાર્થીઓને આવાસ લાગેલ છે તેઓને એલોટમેન્‍ટ લેટર આપવાની કામગીરી પણ હાલ ગતિમાં છે, જે માટે રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ, ડો. આંબેડકર ભવન, બીજો માળ, રૂમ નં. ૨, ઢેબર રોડ ખાતે સવારે ૧૧ થી ૧ માં લાભાર્થીઓએ સંપર્ક કરવાનો રહેશે.

(3:16 pm IST)