Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

તોગડિયાના એ.એચ.પી. સંગઠનની રાજકોટમાં ‘વાવણી' કરવાની તૈયારીઃ અષાઢી બીજથી બોણી

‘ઉગાડવાની' જવાબદારી જયંતીભાઇ પટેલના શિરેઃ કાર્યાલય અને કાર્યકરોની પસંદગીનો ધમધમાટ

રાજકોટ, તા. ૭ :. વિશ્વ હિન્‍દુ પરિષદથી અલગ પડયા બાદ ધૂરંધર હિન્‍દુ નેતા ડો. પ્રવીણભાઈ તોગડિયાએ આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદની સ્‍થાપના કરી છે. તે એએચપી તરીકે ઓળખાય છે. રાજકોટમાં આ સંસ્‍થાનું માળખુ ગોઠવવાનો સળવળાટ શરૂ થયો છે. વિહિપના પૂર્વ મંત્રી ભરત ઈલેક્‍ટ્રોનીકસવાળા જયંતિભાઈ પટેલ (મો. ૯૮૨૪૨ ૯૨૩૦૩)ને અને તેમના સાથીઓને જવાબદારી સોંપાતા ગતિવિધિ શરૂ થઈ ગયાનું જાણવા મળે છે. ૧૪ જુલાઈએ જગન્નાથજીની રથયાત્રામાં એએચપીના નામથી ફલોટ જોડી નવુ સંગઠન રાજકોટમાં હાજરીના શ્રીગણેશ કરવા માગે છે.

એએચપી હિન્‍દુત્‍વના પાયા પર સંગઠન કરવાના ઈરાદા સાથે રચાયેલ છે. રાજકોટમાં તેના માટે મધ્‍યસ્‍થ કાર્યાલયની શોધ ચાલી રહી છે. થોડા સમય ટોચના હિન્‍દુ આગેવાન રાજકોટની મુલાકાત લઈ ગયેલ. શહેરમાં સંગઠન માળખુ સર્જી શકે તેવા આગેવાનોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. એકાદ મહિના પછી ડો. તોગડિયા રાજકોટ આવે તેમની હાજરીમાં જ એએચપીનો પ્રથમ ધમાકેદાર કાર્યક્રમ થાય તેવી ગણતરી છે. નવા સંગઠને હાલ માત્ર રચનાત્‍મક કાર્યક્રમો તરફ જ ધ્‍યાન કેન્‍દ્રીત કરવાનું નક્કી કર્યુ છે.

(3:51 pm IST)
  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST

  • નડિયાદ ડિવિઝન સ્કવોર્ડે બાતમીના આધારે, સંધાણા પાસેથી કારમાં લઇ જવાતા 300 લીટર દેશી દારૂ ના 10 પોટલાં સાથે એક મહિલા અને પુરુષને ઝડપી લીધા છે. access_time 8:12 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જયપુરમાં જબરી રેલી : કલ્યાણકારી યોજનાના 33 જિલ્લાઓનાં લાભાર્થીઓ સાથે મોદી કરશે સંવાદ :5579 જેટલી બસો પણ બુક :અંદાજે 7.22 કરોડનો ખર્ચ થશે:કાર્યક્રમમાં 2.5 લાખ લાભાર્થીઓ એકઠા થશે તેવું અનુમાન access_time 1:18 am IST