Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કણકોટ પાસે બે બાઇક અથડાતા મુળજીભાઇ પરમારનું મોત

રાજકોટ તા.૭: કાલાવડ રોડ કણકોટ પાસે  બાઇક સવાર વણકર વૃધ્ધને બીજા બાઇક ચાકલે ઠોકર મારતા વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

મળતી વિગતો મુજબ કાલાવડ રોડ જયભીમનગર શેરીનં. ૮માં રહેતા મુળજીભાઇ ભયાભાઇ પરમાર (ઉ.વ.૮૨) ગઇકાલે પોતાનું જી.જે. ૩ કેકે ૬૦૦૨ નંબરનું બાઇક લઇને ધુળીયા દોમડા ગામેથી રાજકોટ આવતા હતા ત્યારે કાલાવડ રોડ કણકોટ રોડ હરેરામ હરેકૃષ્ણ આશ્રમની સામે જી.જે ૩ કેબી ૭૪૯૮ નંબરના બાઇક ચાલકે મુળજીભાઇને ઠોકર મારતા તે ફંગોળાઇ ગયા હતા. અકસ્માત થતા આસપાના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ મુળજીભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તપાસનીષ તબીબે તેનું મોત નિપજયું હોવાનું જાહેર કર્યુ હતું.

આ અંગેની જાણ થતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.ટી. રબારીએ મૃતક મુળજીભાઇના પુત્ર લક્ષ્મણભાઇ પરમારની ફરીયાદ પરથી બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

(3:37 pm IST)
  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST

  • રાજકોટમાં ગુજરીબજારમાં થયેલ લૂંટ નર્યું નાટક:મહિલાને પૈસાની જરૂર હોય કોલકાતાથી આવેલ કાકાના પૈસા બોયફ્રેન્ડને પહોંચાડવા માટે પૂર્વયોજિત રીતે કારસ્તાન ઘડ્યું હતું : છરીના છરકા લૂંટારૃઓએ લૂંટ કર્યાનું નાટક ખુલ્યું :ફરિયાદી યુવતીએ જાતે જ બ્લેડના છરકા કરીને પોતાને ઇજા પહોચાડેલ ;પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકસ્સ્પદ લાગતી ફરિયાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ access_time 11:25 pm IST

  • નવસારીના ચીખલીના કુકેરી ગામે કાવેરી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. બીજા પણ 9 જેટલા નાના ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચેકડેમને લઈને કુકેરી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ચેકડેમ ઉંડો કરવાની રજૂઆત તંત્રને અનેક વખત કરી હોવા છતાં કોઇ જ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. access_time 7:18 pm IST