Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ટ્રાફિક સમસ્યાઓના નિવારણ માટે મહત્વના સુચનો કરતા નરેન્દ્રબાપુ

પછાત વર્ગ નિકાલ નિગમના અધ્યક્ષની પોલીસ કમિશ્નર સમક્ષ રૂબરૂ રજુઆત : ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા લાવી શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા અનુરોધ

રાજકોટ, તા. ૬ :  રાજકોટ શહેરની પ્રજાના હિતમાં તથા પ્રદુષણને અટકાવવા ઉદ્દેશથી ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ) એ આજે શહેરના પોલીસ કમિશનર મનોજકુમાર અગ્રવાલને મળીને હકારાત્મક અભિગમ સાથેના મહત્વના સુચનો કર્યા હતા તેમણે એક લેખિત પત્ર પાઠવી શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મુકયો હતો.

રાજકોટ શહેરની પ્રજાના હિતમાં ગુજરાત સરકારના હીતમાં તેમજ પોલીસ અને પ્રજા વચ્ચ્ેના સમજદારીના હિસાબે તેમજ સહનશકિતના હિસાબે અવાર-નવાર પ્રોબ્લેમ્સ ઉભા થાય છે. તે પ્રોબ્લમ્સ જ ન બને તેના માટેનો અમો આપ સાહેબશ્રીને સુચન કરવા માંગીએ છીએ. અમો આશા છે કે અમારા આ સુચનોને ખુબ જ ગંભીરતાથી વિચારી અને યોગ્ય નિર્ણય કરશો તેવી આશા તેમણે આ મુલાકાતમાં સેવી હતી.

શ્રી સોલંકીએ પત્રમાં જણાવ્યુંૈ છે કે રાજકોટ શહેરની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રજા ઉપર વન વે માં પ્રવેશ કરવાના ઘણા જ કેશો થતા હોય છે જેમાં પોલીસ અથવા ટ્રાફિક બિગેડ દ્વારા જયાં વનવે ઉભો થતો હોય ત્યાં ઉભા રહીને કેશ કરવામાં આવે છે. તેના બદલે આજ પોલીસ સ્ટાફ અથવા તો ટ્રાફિક બિગેડ દ્વારા જયાંથી વનવેની શરૂઆત થાય છે ત્યાં ઉભા રહીને વનવેમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવે તો લોકોમાં પણ અવરનેશ વધશે લોકો પણ પોલીસ તેમજ સરકારની પ્રશંસાને પાત્ર બનશે અને પ્રજા ઉપરથી કેશોનું ભારણ ઘટશે.

આ ઉપરાંત આ જ રીતે ટ્રાફિક પોલીસ દ્વારાનો પાર્કિંગની જગ્યાએથી પ્રજાના વાહનો ટોઇંગ કરીને લઇ જવામાં આવે છે નો પાર્કિંગમાં વાહન ઉભુ રાખવુ તે ખરેખર ગુન્હો જ છે પરંતુ આ બાબતમાં પણ જે જે જગ્યા ઉપરનો પાર્કીંગ હોય છે ત્યાં આપણે ફકત અને ફકત ટ્રાફિક વોર્ડને ઉભા રાખી અને સુચનો આપી અને આપણે  આ ગુન્હાઓ પણ અટકાવી શકીએ અને લોકોને સામાજીક અને આર્થિક રીતે ઉપયોગી થઇ શકીએ. જે રોડ ઉપર વનવેની શરૂઆત થાય છે ત્યાં આગળ લોકોને નજરમાં આવે તે રીતેના પ્રવેશ નીષેધના સાઇન બોર્ડ પણ મારવા જોઇએ. તે જ રીતે નો પાર્કિંગની જગ્યામાં પણ રોડની બન્ને છેડાઓ ઉપરનો પાર્કિંગના ટ્રાફિક સાઇન અંગેના બોર્ડ લોકોને દેખાય તેમજ સમજાય તે રીતે ગુજરાતીમાં લગાવવા જોઇએ. તેમ તેમણે ઉમેર્યુ હતું.

નરેન્દ્રબાપુના જણાવ્યા મુજબ લોકોમાં સ્વયંભુ ટ્રાફિક નિયમોની જાગૃતતા લાવવા માટે મહિનામાં બે વખત અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકને લગતા કેમ્પો દ્વારા લોકજાગૃતિ કેળવવી જોઇએ.  જે જે ચાર રસ્તાઓની જગ્યાઓ ઉપર ટ્રાફિક પોઇન્ટ આવેલા છે તે જગ્યા ઉપર ઇલે. ના ઉપકરણો દ્વારા લોકોને સીગ્નલ ટાઇમર દ્વારા ખ્યાલ આવે કે તેઓની સીગ્નલ ખુલતા કેટલો સમય થાશે જેથી કરી લોકો પોતાનું વાહન તેટલો સમય બંધ રાખી ઉભા રહી શકે જેથી કરી પેટ્રોલ અને ડીઝલના વાહનો દ્વારા શહેરમાં ફેલાતા પ્રદુષણમાં પણ ખુબ જ મોટો કંટ્રોલ મેળવી શકાય છે. લેખિત પત્ર અંતમાં તેમણે જણાવ્યું હતું કે એક પોઇન્ટ થી બીજા પોઇન્ટ સુધી વાહનને સરેરાશ જે પહોંચવાનો સમય છે આ બાબતનો અંદાજે ટાઇમીંગ નકકી કરી અથવા તો દરેક પોઇન્ટસ ઉપરના ટ્રાફિક બ્રીગેડને એક જ સરખી ઘડીયાળોમાં સમય મેળવી અને વ્યવસ્થિત રીતે સાઇડો ખોલવામાં આવે તો પણ લોકોનો સમય પણ બચશે સાથોસાથ પ્રદુષણમાં પણ ખુબ મોટો ઘટાડો થઇ શકે.

(3:42 pm IST)
  • ફ્રાન્સમાં પેન્શન સુધારણાના વિરોધમાં મહા હડતાલ : ૯૦% રેલવે અને મેટ્રો સેવાઓ ઠપ્પ : પેરિસ આશિત અનેક શહેરોમાં લાખો કર્મચારીઓનું વિરોધ પ્રદર્શનઃ હડતાળથી જનજીવન પર માઠી અસર : અનેક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ : પેરિસમાં ૮૭ લોકોની અટકાયત access_time 11:27 am IST

  • યુક્રેનમાં ભયંકર આગ ભભૂકી : એક વિદ્યાર્થીનું મોત : 14 લાપતા : યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલ્સકીએ કહ્યું કે યુક્રેનના દક્ષિણી બંદરગાહ શહેર ઓડેસામાં આગ લાગી જેમાં એક છાત્રાનું મોત થયું છે અને અન્ય 14 લાપતા થયા છે access_time 1:25 am IST

  • વિવાદાસ્પદ સ્વયંભૂ બાબા નિત્યાનંદ સ્વામીનો પાસપોર્ટ રદ કરતી ભારત સરકાર : પાસપોર્ટ માટેની નવી અરજી પણ રદ કરી દીધી access_time 8:20 pm IST