Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મહિલાઓ ઉપર થતી બળાત્કારની ઘટના અટકાવવા સખત કાનૂની જોગવાઇ કરો

કેસરી યુવા ગ્રુપે મહિલા ઉપર થતા અત્યાચારના વિરોધમાં દેખાવો યોજી કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ, તા. ૬ : કેસરી યુવા ગ્રુપે દેખાવો સાથે કલેકટરને આવેદન પાઠવી મહિલાઓનું યૌનશોષણ, દુષ્કર્મ અને બળાત્કારના થતા કેસો અટકાવવા સખત કાનૂની જોગવાઇ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે ગુજરાતમાં બળાત્કાર, યૌનશોષણ જેવી દુષ્કર્મની ઘટનાઓ દિવસે-દિવસે વધતી જાય છે. સરકાર સંવેદના સાથે સખત પગલા લેવાશે અને કોઇની શેહ-શરમ રાખવામાં નહીં આવે, એવી જાહેરાતો કરી આશ્વાસનો આપે છે. વાસ્તવમાં આ પ્રમાણે થતું નથી.

આ ઘટનાઓ બની રહી છે તેની પાછળ (૧) કેસોની પોલીસ તપાસ પ્રક્રિયામાં વિલંબ અને ઢીલાશ (ર) ન્યાયાલયમાં કેસો લાંબો સમય પડતર રહે છે અને નિર્ણયમાં વિલંબ. (૩) ગુન્હેગારોને સજા આપવાનો નીચો દર. (૪) સજા પામલાને ઉપલી કોર્ટમાં જવાની ન્યાયિક પ્રક્રિયા (પ) ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની તપાસની અપૂરતી સુવિધાઓ (૬) સામાજિક ભય અને ડરના બીકે કેસો નોંધાતા નથી વિગેરે કારણો જવાબદાર છે.

ગુજરાત રાજયના સમગ્ર પ્રજાજનોની એક બુલંદ લાગણી દુષ્કર્મોના ગુન્હાખોરી અટકે તે માટે આરબ દેશોની જેમ ગુન્હેગારો સામે કડકમાં કડક કાયદો કરવાની માંગણી છે અને ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી)-૧૮૬૦, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીઝર (સીઆરપીસી) ૧૯૭૩, પુરાવાિનિયમ (આઇઇએ) ૧૮૭રમાં જડમૂળમાંથી ફેરફાર કરવા જેવા કે, દુષ્કર્મોના કેસની સમય મર્યાદા નક્કી કરવામાં આવે, ન્યાય પ્રક્રિયામાં અપનીનય જોગવાઇ રદ કરવામાં આવે, ગુન્હાઓ બિનજામીન લાયક બનાવામાં આવે. તેમ ગ્રુપના પ્રશાંત સિંધવ, વિવેક સોલંકી, કિશાન સોની ચિરાગ બગથરીયા વિગેરેએ માંગણી કરી હતી.

(3:26 pm IST)