Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ગોંડલ રોડ ચોકડી ફલાઈ ઓવર બ્રિજનું દિવાળી પહેલા ખાતમુહુર્ત અને કામનો પ્રારંભઃ માંડવિયા

રાજકોટ, તા. ૬ :.  કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટની ભાગોળે નેશનલ હાઈવે ગોંડલ ચોકડી પર ફલાય ઓવર બ્રીજ બનાવવાની મંજુરી આપવાની જાહેરાત કર્યા બાદ આ કામનુ ખાતમુહુર્ત દિવાળી પહેલા જ કરી આવતા બે વર્ષમાં કામ પુરૂ કરી દેવાનું પ્રજાજોગ વચન આપ્યુ છે. નેશનલ હાઈવે ઓથોરીટીની એલીવેટેડ બ્રીજની દરખાસ્તને કેન્દ્ર સરકારે મંજુરી આપી છે. અગાઉ શ્રી માંડવિયાએ ગોંડલ ચોકડીની મુલાકાત લીધેલ તે વખતે સ્થાનિક આગેવાનો અને વેપાર ઉદ્યોગના અગ્રણીઓએ રજૂઆત કરી હતી.

ગોંડલ ચોકડી પર બનનાર એલીવેટેડ બ્રીજની લંબાઈ ૧.૨ કિ.મી. રહેશે. જેમાં ૩૦ મીટરના ૨૭ ગાળા અને ૬ માર્ગીય પૂલ બનાવવાનું આયોજન છે. નીચે સર્વિસ રોડની સગવડતા અપાશે. આવતા ૩૦ વર્ષના ટ્રાફીકને ધ્યાને લઈ પૂલની ડીઝાઈન બનાવાશે. પૂલ નિર્માણ માટે કામનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવેલ છે. ૮૮ કરોડન ાખર્ચે બનનાર આ પૂલનું ખાતમુહુર્ત દિવાળી પહેલા થઈ જશે.(૨-૧૮)

 

(3:52 pm IST)