Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રાજકોટની સન્ડે સ્ટાર કલબ સતત ૨૬માં વર્ષે દિવના પ્રવાસે : ક્રિકેટ તથા વોલીબોલ મેચનો જંગ

શનિવારે કરાઓકે સંગીત સંધ્યા અને સ્પર્ધા : હોટલ સી વ્યુ દ્વારા ખાસ સહયોગ

રાજકોટ, તા. ૬ : રાજકોટની વિખ્યાત સન્ડે સ્ટાર કલબ સતત ૧૭માં વર્ષે આજરોજ બપોરે ૧ વાગ્યે સ્પે. બસ દ્વારા દિવના પ્રવાસે કોટેચા ચોક ખાતેથી રવાના થઈ હતી, એસબીઆઈના અધિકારી અને જાણીતા ક્રિકેટ - વોલીબોલ પ્લેયર શ્રી અરૂણ દવે (ટાઈગર)ની આગેવાની હેઠળ રવાના થયેલી આ ટીમ રાજકીય અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી કાળુભાઈની વિખ્યાત હોટલ સીવ્યૂ ખાતે ત્રણ દિ' રોકાણ કરશે. આ ત્રણ દિવસ દરમિયાન દિવની ક્રિકેટ અને વોલીબોલ ટીમ સાથે બે - બે મેચનો જંગ રમશે અને આ ઉપરાંત શનિવારે રાત્રે હોટલ સી વ્યૂ ખાતે કરાઓકે સંગીત સંધ્યા વીથ ટીમો વચ્ચે ખાસ સ્પર્ધા યોજાશે અને સરપ્રાઈઝ ઈનામો અપાશે. દીવથી આ ૩૦થી ૩૨ સભ્યો વેરાવળ - સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રસાદ લઈ રવિવારે સાંજે કે રાત્રે રાજકોટ પરત ફરશે.

દિવ ગયેલા આ ખાસ સભ્યોમાં અરૂણ દવે ઉપરાંત સર્વશ્રી દિગેશ માંકડ, રમેશ મામા (ડેકોનેનોર), કનુમામા, બીમલ ત્રિવેદી, દિપક કોઠારી, જગદીશ ખાખરીયા, કે.સી.પંડ્યા, સુનિલ પારેખ, આશિષ નાણાવટી, પિયુષ છાંયા, અતુલ દવે, રાજુ ભારદીયા, હિમાંશુ પાઠક, નીતિન પારેખ, દિનેશ બુદ્ધદેવ, ડો.મનન માંકડ, અતુલ હાથી, નવનીત દવે, પરાગ પાવાગઢી, રાજુ કિકાણી, ભરત શુકલ, જીજ્ઞેશ પટેલ, પ્રતિક ચંદારાણા, પ્રવિણ પરમાર (પોલભાઈ), જનક મહેતા, કલ્પેશ પંડ્યા, રાજુ દવે, તથા અતુલ દવે જોડાયા છે. પ્રવાસે ગયેલી આ ટીમને રાજકોટના બહોળા મિત્ર - ચાહકવર્ગે ખાસ શુભેચ્છા પાઠવી હતી.

(12:27 pm IST)